અમદાવાદઃ રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત્ છે. વડોદરા, ભાવનગર, જામનગર સહિતનાં શહેરોમાં રખડતાં ઢોરોને કારણે મોત થયાં હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેતપુરના ટાકુડીપરામાં આજે બપોરે 12 વાગ્યા આસપાસ બે આખલા યુદ્ધ પર ઊતરી આવ્યા હતા, જેમાં એક આખલાની જોરદાર ટક્કરથી 10થી વધુ વિદ્યાર્થી ભરેલી ચાલુ રિક્ષા રિક્ષા ઊંધી વળી ગઈ હતી. જેથી બાળકોને સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે રસ્તા પરના લોકો તરત જ વિદ્યાર્થીઓને મદદે આવ્યા હતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં એક આખલો બીજા આખલા પર હુમલો કરી દે છે, ત્યારે એ આખલાની ટક્કરથી રસ્તા પર 10થી વધુ વિદ્યાર્થી ભરેલી રિક્ષા ઊંધી વળી જાય છે.
આ. રિક્ષા ઊંધી વળતાં જ વિદ્યાર્થીઓ બૂમાબૂમ કરવા લાગે છે, પરંતુ એ જ ક્ષણે આજુબાજુમાંથી લોકો દોડી આવે છે અને ઊંધી વળેલી રિક્ષાને ઊભી કરે છે. જોકે આ બનાવમાં એક વિદ્યાર્થીને સામાન્ય ઇજા પહોંચે છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવથી વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ રડવા લાગ્યા હતા. જોકે બાજુના ઘરમાંથી દોડી આવેલા લોકોએ વિદ્યાર્થીઓને શાંત કર્યા હતા. સહેજમાં જ મોટી દુર્ઘટના સર્જાતા ટળતાં વાલીઓએ પણ હાશકારો અનુભવ્યો હતો.
