ગાંધીનગરઃ નિફ્ટ ગાંધીનગર દ્વારા વર્ષ 2023ના વિદ્યાર્થીઓ માટે ટેક્સટાઇલ્સ ડિઝાઇન વિભાગ- તંતુ, ફેશન કોમ્યુનિકેશન- અમલગમ, ફેશન ટેક્નોલોજી-ટેક્નોવા અને ટેક્નોટોક અને સ્પેસ ડિઝાઇન- D.ડોટ માટે ગ્રેજ્યએશન પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાદી અને ગ્રામોદ્યોગ પંચ (KVIC)ના અધ્યક્ષ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રેજ્યુએશન શોનું ઉદઘાટન કર્યું હતું અને એ પ્રસંગે નિફ્ટ- ગાંધીનગરના ડિરેક્ટર પ્રો. ડો. સમીર સુદ ઉપસ્થિત હતા.
આ કાર્યક્રમમાં જેડબ્લુના MD બિપીન ચૌહાણ, ઝેડેક્સ કલોધિંગ લિ.ના MD સંજય ગોયલ કોમલ ગ્રુપના રાકેશ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સુદે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં કહ્યું હતું કે આજનો દિવસ વિદ્યાર્થી માટે આકરી મહેનત, દ્રઢતા અને દ્રઢ સંકલ્પના ઉત્સવનો જ નહીં, પરંતુ અમારી ફેકલ્ટીના પ્રોફેસરોની મહેનતનો પણ પુરાવો છે. વળી, આજથી તમે નિફ્ટ ગાંધીનગરના ગૌરવશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ છો. આ વિદ્યાર્થીઓએ ઇન્ડસ્ટ્રીમાંથી સારોએવો અનુભવ મેળવ્યો છે અને તેઓ હવે ડિઝાઇન અને વિકાસ સાથે સંશોધન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ટેક્સટાઇલ વિભાગે ખાદી એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું, જેમાં સૈલિની શેઠ દ્વારા બ્રાન્ડ મોરલ ફાઇબરને દર્શાવવામાં આવ્યું હતું.
અમારું મિશન એ ખાતરી કરવાની છે કે કારીગરોને માલૂમ છે કે બજારમાં તેમનાં ઉત્પાદનોને કેવી રીતે મૂકવાં, ખાસ કરીને ખાદી, કેમ કે ખાદીની માગને વધારવાની તાતી જરૂર છે, એમ તેમણે કહ્યું હતું. ટેક્સટાઇલ ડિઝાઇન વિદ્યાર્થીઓએ પણ ડિઝાઇન ઇન્નોવેશન પર ઉત્તમ કામગીરી કરી હતી. ગપં પારસી સમાજના પુનરુદ્ધાર માટે કામ કરવા ઇચ્છતી હતી, જેથી હું તેમની પસંદનો એક સંગ્રહ લઈને આવી છું, જેમં સાડી, બેગ્સ, સ્ટોલ અને દુપટ્ટા વગેરે છે.
અતિથિઓએ પણ વિદ્યાર્થીઓના પ્રયાસોને બિરદાવ્યા હતા અને તેમને પ્રોત્સાહન આપ્યું હતું. KVICના અધ્યક્ષ મનોજકુમારે કહ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા –બે પરિવર્તનકારી પહેલો છે, જેમાં યુઝર્સે એક નવા યુગનો પ્રારંભ કર્યો છે. ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન અને ખાદી ફોર ટ્રાન્સફોર્મેશને લોકો માટે રૂ. 1.15 લાખ કરોડનું સર્જન કર્યું છે, અને વિદ્યાર્થીઓને ઉદ્યાગ સાહસિક બનવા માટે પ્રોત્યાહિત કરીએ છીએ. PMEGP કાર્યક્રમ હેઠળ સરકાર 35 ટકા સબસિડી સાથે રૂ. 50 લાખની લોન પૂરી પાડી રહી છે, જેમાં 70 લાખ લોકોને રોજગારી મળી છે. આ યોજના હેઠળ આઠ લાખ પ્રોજેક્ટોને મંદૂર કરવામાં આવ્યા છે અને રૂ. 22 લાખની સબસિડી આપવામાં આવી છે.
આ કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓને આકરી મહેનત માટે એક એવોર્ડ અને સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું હતું.