ખેતીની જમીનમાં પ્લોટ પાડવાના ચક્કરમાં ફસાયા હો તો અહીં સંપર્ક કરો

ગાંધીનગરઃ મહારાષ્ટ્રના જલગાંવ ખાતે ઉત્કર્ષ પ્લોટર્સ કંપની દ્વારા ખેતી લાયક જમીનમાં પ્લોટ પાડીને તેમાં રોકાણ કરવા અંગે જાહેરાત કરીને નાગરિકોને રોકાણ કરવા જણાવીને રોકાણકારો સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવતાં તપાસ એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે.

ઉત્કર્ષ પ્લોટર્સ એન્ડ મલ્ટી એગ્રો સોલ્યુશન ઇન્ડિયા લીમીટેડ, ૯, બેઝમેન્ટ, એ-વીંગ, સ્ટેડિયમ કોમ્પલેક્ષ, એહેડ એસ.બી.આઇ. બ્રાન્ચ, જલગાંવ કંપની દ્વારા મહારાષ્ટ્રના જલગાંવ ખાતે ખેતી લાયક જમીનમાં પ્લોટ પાડીને તેમાં રોકાણ કરવા માટે રાજ્યમાં નં-૧, રામનગર કોર્નર, અંબિકા રોડ, વિમલનગર સામે, હાટકેશ્વર, અમદાવાદ અને એફ-૧૩, આર.ડી. કોમ્પલેક્ષ, દિપક કોર્પોરેશન સામે નવા ગામ ડીંડોલી રોડ, સુરત ખાતે શાખાઓ ખોલીને કંપની દ્વારા ઓફિસમાં વિવિધ સ્કીમોમાં નાગરિકો પાસે રોકાણ કરાવ્યું હતું.

ગુજરાતમાંથી કોઇએ આ કંપનીમાં રોકાણ કર્યું હોય અને છેતરપિંડીનો ભોગ બન્યા હોય એમણે સી.આઇ.ડી. ક્રાઇમમાં 90990 23590 નંહર પર સંપર્ક કરવો એવો સી.આઇ.ડી. ક્રાઇમે અનુરોધ કર્યો છે.