ગાંધીનગર- બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની નોંધ પ્રમાણે ગુજરાત રાજ્યમાં શ્રમિકોની સંખ્યામાં સતત વધારો થયો હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. શરૂઆતના તબક્કામાં બાંધકામ શ્રમિકોની સંખ્યા માત્ર ૮૨,૪૧૬ હતી, જેમાં સતત વધારો નોંધાતો રહ્યો છે. એક રીપોર્ટ પ્રમાણે ડિસેમ્બર ૨૦૧૭ની સ્થિતિએ આ શ્રમિકોની સંખ્યા ૬ લાખે પહોંચી છે.બોર્ડ દ્વારા બાંધકામ શ્રમિકોના કલ્યાણ માટે ૨૭ જેટલી અલાયદી યોજનાઓ કાર્યરત છે. જેની પાછળ અત્યાર સુધી કુલ રૂા.૧૫૦.૮૬ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ કડીયાનાકાઓ ઉપરથી માત્ર દશ રુપિયામાં બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પુરું પાડવામાં આવે છે. ગુજરાત રાજ્યની આ યોજનાથી અન્ય રાજ્યોને પ્રેરણા મળી રહી છે.
બાંધકામ બોર્ડની શરૂઆતથી અત્યાર સુધી આવી કલ્યાણ યોજનાઓ પાછળ કુલ રૂા. ૧૫૦.૭૬ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે જેનો રાજ્યના લાખો બાંધકામ શ્રમિકોએ લાભ લીધો છે.