જૂનાગઢ નજીક 5.50 કરોડના 18 કિલો સોનાની લૂંટ

જૂનાગઢ– જૂનાગઢમાં સોનાની મોટી લૂંટની ઘટના સામે આવી છે. જૂનાગઢના વડાલ રોડ પર બપોરના એક વાગ્યે ફિલ્મી ઢબે કાર આંતરીને 18 કિલો સોનાની લૂંટ ચલાવી હતી. અજાણ્યા શખ્સો લૂંટ કરીને ફરાર થઈ હતા. પોલીસ ઘટના સ્થળે આવીને તપાસનો પ્રારંભ કર્યો છે. જિલ્લાભરમાં નાકાબંધી કરી દેવાઈ છે.અમદાવાદથી સીવીએમ જ્વેલર્સના કર્મચારી અને નિશાન કારના ડ્રાઈવર અમદાવાદથી 18 કિલો સાનું લઈને આવતાં હતા, તેઓ એ આ સોનું બેંકના લોકરમાંથી લઈને જૂનાગઢ જઈ રહ્યા હતા. ત્યારે વડાલ નજીક કારમાં ત્રાટકેલા પાંચ અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી હતી. પાંચ અજાણ્યા શખ્સો સ્વિફટ કારમાં હતા, પહેલા તેમણે કારને ટક્કર મારી અને ત્યારબાદ માથાકૂટ શરૂ કરી, તે પછી છરીને અણીએ લૂંટ ચલાવી હતી. સીવીએમ જ્વેલર્સના માલીક છે નટુભાઈ ચોકસી. આ નટુભાઈના કહેવા પ્રમાણે 18 કિલો સોનાની અંદાજે કીમત 5.50 કરોડ થાય છે. પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે, અને તપાસ શરૂ કરી દીધી છે.

હાલ જૂનાગઢ રોડ પર એસપી સહિત એલસીબી, એસઓજી અને આરઆરએસએલની ટીમોએ નાકાબંધી કરી છે, અને આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે.