56 લાખ લાંચ મામલો, કે સી પરમારનો નોકરી કરાર 1 વર્ષ માટે રદ

ગાંધીનગર– ગુજરાત સરકારને હલબલાવી દેનાર જમીન વિકાસ નિગમના ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યાં છે. નિગમના જોઇન્ટ ડાયરેક્ટર કે સી પરમારનો નોકરીનો એક વર્ષનો કરાર રદ કરવામાં આવ્યો છે. આ સાથે અન્ય ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.આપને જણાવીએ કે ગુજરાત જમીન વિકાસ નિગમમાં ACBએ દરોડા પાડ્યાં હતાં. જેમાં જોઈન્ટ ડાયરેક્ટર કે સી પરમારના ડ્રોવરમાંથી રૂપિયા 40 લાખ રોકડા અને અન્ય છ જેટલા અધિકારીઓ પાસેથી રૂપિયા 16 લાખની રોકડ કબજે કરવામાં આવી હતી.

આ દરોડામાં એસીબીએ જોઈન્ટ ડાયરેક્ટર સહિત કુલ 7 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ આવકવેરા વિભાગ પણ કરી રહ્યું છે.

ગુજરાત જમીન વિકાસ નિગમમાં વ્યાપક ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો મળી હતી. જે પછી ગાંધીનગરની એસીબીની ટીમે કચેરીમાં દરોડો પાડ્યો હતો. આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને ફાઈનાન્સ કન્ટ્રોલર સહિત છ અધિકારીઓ-કર્મચારીઓ પાસેથી કુલ રૂપિયા 56 લાખની રોકડ મળી હતી.