જ્ઞાન શાળા નામની કોઈ શાળા જ નથી, ડીઈઓનો પરિપત્ર જાહેર

અમદાવાદઃ શહેરમાં આશરે 50 જેટલી ગેરકાયદે જ્ઞાન શાળાઓ ચાલી રહી હોવાનો ખુલાસો ડીઈઓ દ્વારા દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર મુદ્દે ડીઈઓ દ્વારા એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં આ પ્રકારની શાળાઓમાં વાલીઓ પોતાના સંતાનને ન ભણવા મોકલે તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

ડીઈઓ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર શહેરના સ્લમ વિસ્તારોમાં 50 જેટલી ગેરકાયદે જ્ઞાન શાળાઓ આવેલી છે. પરિપત્રમાં વાલીઓ પોતાના બાળકોને આ પ્રકારની શાળાઓમાં પ્રવેશ ન અપાવે તેવું જણાવાયું છે. તો આ સાથે જ જે શાળાઓ ગેરકાયદેસર રીતે ચાલી રહી છે તે શાળાઓ વિરૂદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ શાળાઓ 2006થી સ્લમ વિસ્તારોમાં ચાલી રહી હોવાની વિગતો સામે આવી છે.

પરિપત્રમાં જણાવ્યા અનુસાર જ્ઞાન શાળા એ કોઈ શાળા નથી તેમજ સરકારે તેને મંજૂરી પણ આપી નથી. ડીઈઓને આ અંગે ફરિયાદ મળ્યા બાદ સંબંધિત તમામ વિભાગને જાણ કરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.