વડોદરાના ગુજરાતી મહિલા દેશમાં યુટ્રસ ટ્રાન્સપ્લાન્ટ બાદ સૌપ્રથમ માતા બનશે

અમદાવાદ-પૂણેઃ ગુજરાતના વડોદરાના 27 વર્ષીય મહિલા દેશના એવાં સૌપ્રથમ માતા બનનાર છે જેમણે યુટ્રસ ટ્રાન્સપ્લાન્ટ બાદ ગર્ભ ધારણ કર્યો છે. રસપ્રદ છે કે આ ગર્ભવતી મહિલાને તેમનાં માતાનું જ યુટ્ર્સ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.લગ્નજીવનના સાત વર્ષ વીતી જવા થતાં માતા ન બની શકનાર મહિલાએ પૂણેની ગેલેક્સી કેર હોસ્પિટલમાં સારવાર કરાવી હતી જ્યાં તેમનું યુટ્રસ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, હવે તેઓ વીસ અઠવાડિયાની ગર્ભાવસ્થા ધરાવે છે. હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. શૈલેષ પુન્તામ્બેકરે આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે યુટ્રસ ટ્રાન્સપ્લાન્ટ કરાવીને માતા બનનાર મહિલાને જન્મજાત યુટર્સ ન હતું. મહિલાને તેમનાં માતાનું યુટ્રસ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.  આ યુટ્રસમાં વીસ વર્ષથી કોઇ ગર્ભધારણ થયું ન હતું. અત્યંત મુશ્કેલ એવા આ કાર્યમાં સર્જરી આસાન ન હતી. ચેપ લાગવાની શક્યતાઓ ખૂબ વધારે હતી. જોકે ટ્રાન્સપ્લાન્ટ થયેલાં યુટ્રસમાં ભ્રૂણનું સફળ રોપણ કરવામાં સફળતા મળતાં હવે મહિલા ગર્ભવતી છે અને ટૂંક સમયમાં દેશમાં સૌપ્રથમવાર યુટ્રસ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા માતા બનનાર મહિલા તરીકે સ્થાન મેળવશે.આ રીતે પ્રથમવાર બાળકને જન્મ આપનાર તેઓ એશિયામાં પણ પહેલાં મહિલા બનશે. જોકે દુનિયામાં આ રીતે માતાં બનનાર 9માં મહિલા છે. ગર્ભવતી મહિલાએ પોતાની ખુશી જાહેર કરતાં જણાવ્યું હતું કે હું ખૂબ જ ખુશ છું કે મારું બાળક એ જ યુટ્રસથી જન્મ લેશે જેના દ્વારા મેં જન્મ લીધો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]