ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીપદનો ચહેરો ઇસુદાન ગઢવી ગુજરાતની જામ ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે રાજ્યને એક સારા મુખ્યમંત્રી મળશે. આ જાહેરાત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહી છે. સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, “વર્ષોથી ખેડૂતો, બેરોજગાર યુવાનો, મહિલાઓ અને વેપારીઓ માટે અવાજ ઉઠાવનાર ઇસુદાન ગઢવી જામ ખંભાળિયાથી ચૂંટણી લડશે! ભગવાન કૃષ્ણની પવિત્ર ભૂમિ પરથી ગુજરાતને નવા અને સારા મુખ્યમંત્રી મળશે.
किसान , बेरोज़गार युवाओं ,महिलाओं ,व्यापारी के लिए सालों तक आवाज़ उठाने वाले इसुदान गढ़वी जाम खम्भालिया से चुनाव लड़ेंगे ! भगवान कृष्ण की पावन भूमि से गुजरात को एक नया और अच्छा मुख्यमंत्री मिलेगा
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 13, 2022
કોણ છે ઇસુદાન ગઢવી
ઇસુદાન ગઢવીનો જન્મ 10 જાન્યુઆરી 1982ના રોજ પીપલિયા, ગુજરાત ખાતે થયો હતો. તેઓ 14 જૂન 2021ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. તેના પિતા ખેરાજભાઈ ખેડૂત છે. તેઓ ગઢવી પત્રકાર હતા જેમણે ઘણી ખાનગી મીડિયા ચેનલોમાં કામ કર્યું છે.
