ગુજરાતમાં શાળાઓમાં ફી નિયમન માટે કમિટી બનાવાઈ છે. જેમાં 4 ઝોનમાં અધ્યક્ષ તરીકે નિવૃત્ત જજની નિયુક્તિ કરવામાં આવી છે. અમદાવાદ ઝોનમાં અધ્યક્ષ તરીકે જજની નિયુક્તિ કરાઇ છે. તેમજ રાજકોટમાં નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ પી.જે.અગ્રાવતની નિયુક્તિ કરાઇ છે. FRCના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. શાળાઓમાં ફી નિયમન માટે કમિટી બનાવાઈ અને તેમાં ઝોનવાઈઝ FRCમાં નિમણૂક કરવામાં આવી છે.
અમદાવાદ ઝોનમાં અધ્યક્ષ તરીકે જજની નિયુક્તિ કરવામાં આવી છે. નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ હર્ષિત વોરાની નિયુક્તિ અમદાવાદ ઝોનમાં અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે. આ સાથે જ હર્ષિત વોરા સહિત પાંચ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ પી.જે.અગ્રાવતની નિયુક્તિ કરવામાં આવી છે, આ સાથે જ રાજકોટમાં અન્ય ચાર સભ્યોની પણ કમિટીમાં નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે સુરત ઝોનના અધ્યક્ષ તરીકે નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ અતુલ કુમાર રાવલની નિમણૂક કરવામાં આવી છે અને સુરત ઝોનમાં કમિટીમાં અન્ય 4 લોકોની પણ નિયુક્તિ કરવામાં આવી છે.
વડોદરા ઝોનમાં અધ્યક્ષ તરીકે નિવૃત્ત પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ જજ મોહમ્મદ હનીફ સિંધીની નિમણૂક કરવામાં આવી છે અને અન્ય ચાર લોકોની સભ્ય તરીકે નિમણૂક કરાઈ છે. ચારેય ઝોનમાં અધ્યક્ષ તરીકે નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ રહેશે. કમિટીમાં શિક્ષણ શાસ્ત્રીઓની પણ નિયુક્તિ કરાઈ છે. ત્યારે કમિટીમાં શાળા સંચાલક મંડળ, સિવિલ એન્જિનિયર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ સ્થાન આપવામાં આવ્યું છે.