ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0માં રજીસ્ટ્રેશનનો આરંભ કરાવ્યો છે. જેમાં ઓલિમ્પિક-2036 માટે ગુજરાતના ખેલંદા તૈયાર રહે તેમ CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે. હવે છ મહિના સુધી ખેલ મહાકુંભ ચાલશે તથા રજિસ્ટ્રેશન શરૂ થયુ છે. રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે એક ખેલાડીને બે રમતોમાં ભાગ લેવાની છૂટ છે. ગયા વર્ષે 55 લાખ જેટલા યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ.
અમદાવાદ ખાતે ‘ખેલ મહાકુંભ 2.0’ના રજિસ્ટ્રેશન કર્ટન રેઇઝર કાર્યક્રમમાં સ્પોર્ટ્સ ક્ષેત્રના અગ્રણીઓની સાથે ઉપસ્થિત રહેવાનો અવસર ખૂબ ઊર્જાપૂર્ણ બની રહ્યો. આ અવસરે ‘ખેલ મહાકુંભ 2.0’નું રજિસ્ટ્રેશન પોર્ટલ લોન્ચ કર્યું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતમાં શરૂ… pic.twitter.com/I04a80BThK
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 23, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0માં રજીસ્ટ્રેશન માટે ‘કર્ટેઇન રેઇઝર’ને ખુલ્લુ મુક્યુ હતુ. આ સાથે જ છ મહિના સુધી ચાલનારા આ રમતોત્સવમાં નોંધણીની શરૂઆત થઈ ચૂકી છે. આ પ્રસંગે તેમણે 2036ની ઓલિમ્પિક રમતોનું યજમાન બનવા માટે ગુજરાત તૈયારીઓ કરી રહ્યું છે. ત્યારે ગુજરાતના રમતવીરોને પણ ઓલિમ્પિકના ખેલંદા થવા મહેનત કરવા આહવાન કર્યુ હતુ. અમદાવાદમાં ખેલ મહાકુંભ 2.0ના રજીસ્ટ્રેશન પોર્ટલના લોન્ચિંગ પ્રસંગે રમતવીરોને સંબોધતા રમતગમત તથા સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ આ વખતના ખેલ મહાકુંભમાં પહેલીવાર એક ખેલાડી બે રમતોમાં ભાગ લઈ શકે તેના માટે ખાસ છુટછાટ આપ્યાનું જાહેર કર્યુ હતુ. તેમણે કહ્યુ કે, ખેલમહાકુંભ 2.0માં વિવિધ રમતોમાં વિજેતા થનાર ખેલાડીઓને 45 કરોડ રૂપિયાના ઇનામો અપાશે.
‘ખેલ મહાકુંભ 2.0’ના રજિસ્ટ્રેશન કર્ટન રેઇઝર સમારોહમાં ઉપસ્થિતિ. સ્થળ : અમદાવાદ https://t.co/aFIYXmmQ7j
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 23, 2023
ગયા વર્ષે 55 લાખ જેટલા યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. આ વર્ષે રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશનની ધરણાં છે. ખેલમહાકુંભમાં માટેhttps://khelmahakumbh.gujarat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન તથા વધુ વિગતો મેળવી શકશે. તદ્પરાંત 1800 274 6151 ટોલ ફ્રી નંબર પણ જાહેર કરાયો છે. ખેલમહાકુંભમાં કરવામાં આવેલા બદલાવ વિશેની વાત કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, હવે 35 રમતો ઉપરાંત વુડબોલ, સેપક ટકરાવ, બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલ જેવી નવી 4 રમતો મળી 39 જેટલી રમતોની સ્પર્ધાનું આયોજન થશે. ઉપરાંત અંડર 9 વય જૂથનો સમાવેશ કરાયો છે. ખેલ મહકુંભ 2.0માં રાજ્યકક્ષાની રમતમાં વિજેતા ઉમેદવારોને નેશનલ- ઈન્ટરનેશનલ કક્ષાએ જવા માટે યોગ્ય પ્લેટફેર્મ પૂરું પાડવામાં આવશે.