ગાંધીનગર: ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે સમય હવે નજીક આવી રહ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડ પરીક્ષાના પરિણામોને લઈને તૈયારીનો અંતિમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને ટૂંક સમયમાં પરિણામ જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અહેવાલો મુજબ ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ 4 મે, સોમવારના રોજ જાહેર થઈ શકે છે. જ્યારે ધોરણ 10નું પરિણામ 6 મે, બુધવારે જાહેર થવાની સંભાવના છે. જોકે બોર્ડ દ્વારા હજી સુધી આ તારીખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. છતાં અંદાજોને આધારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતા વધી રહી છે.પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ ઓનલાઇન માધ્યમ દ્વારા સરળતાથી પોતાનું પરિણામ ચેક કરી શકશે. પરિણામ જાહેર કરવાની સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને ઝડપી બનાવવા માટે બોર્ડે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.
બોર્ડની પરિક્ષાનું પરિણામ ટૂંક સમયમાં થઈ શકે છે જાહેર
Gujarat Board Exam Results 2026: GSEB Class 10 and 12 Results Expected Soon




