પ્રજાસત્તાક દિન પર્વે રાજ્યના વિવિધ ૧૦૬ સમુદ્રી ટાપુઓ પર ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયા. ગુજરાત પોલીસ, ભારતીય તટ રક્ષક દળ, ભારતીય સીમા સુરક્ષા દળ તેમજ વન વિભાગના જવાનો દ્વારા આન, બાન અને શાનથી વિવિધ ટાપુઓ પર રાષ્ટ્ર ધ્વજને સલામી અપાઇ.
તારીખ ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ દેશભરમાં ૭૬મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ગુજરાત રાજ્યે એક નવો ઇતિહાસ રચ્યો છે. આ પ્રજાસત્તાક પર્વે ગુજરાતના ૧૦૬ સમુદ્રી ટાપુઓ પર ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
પિરોટન, પીપાવાવ, કંડલા, આલિયા બેટ, નરારા બેટ અને જાફરાબાદ સહિતના ૩૬ મોટા ટાપુઓ અને ૭૦ અન્ય ટાપુઓ મળી કુલ ૧૦૬ સમુદ્રી ટાપુઓ પર ગુજરાત પોલીસ, ભારતીય તટ રક્ષક દળ, ભારતીય સીમા સુરક્ષા દળ તેમજ વન વિભાગના જવાનો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી દેશભક્તિનો ઉત્સાહ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રથમ વખત છે જ્યારે ગુજરાતે આટલી મોટી સંખ્યામાં સમુદ્રી ટાપુઓ પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી છે. આ કાર્યક્રમો થકી ગુજરાત રાજ્યે દેશની એકતા અને અખંડિતતા માટેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
View this post on Instagram