ગોપાલ ઈટાલીયા વિસાવદરની પેટા ચૂંટણી લડશે

આમ આદમી પાર્ટી દ્વારા આજે સત્તાવાર રીતે ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાને જૂનાગઢની વિસાવદર બેઠક ઉપરના પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા છે. આ બેઠક ઉપરથી અગાઉ ભુપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું.મહત્વનું છે કે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં, ગોપાલ ઇટાલિયાએ સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડી હતી. આ બેઠક પર ઇટાલિયાએ ભાજપના ઉમેદવાર વિનોદ મોરડિયા સામે ચૂંટણી લડી હતી. ઇટાલિયાને તેમની પહેલી ચૂંટણીમાં 55,878 મત મળ્યા. ભૂપત ભાયાણીએ AAP તરફથી ચૂંટણી લડીને વિસાવદર બેઠક જીતી હતી.

ભાયાણીએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા ભૂતપૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબાડિયાને 7,063 મતોથી હરાવ્યા હતા. ૨૦૧૭માં કોંગ્રેસમાંથી જીતેલા હર્ષદ રિબાડિયા ૨૦૨૨ની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. ગુજરાતની વિસાવદર બેઠક સાથે ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલનું નામ જોડાયેલું છે. તેઓ આ બેઠક પરથી ચાર વખત વિધાનસભા પહોંચ્યા. બ્લેપીએ છેલ્લે 2007માં આ બેઠક જીતી હતી.