ગુજરાતમાં સરકારી નોકરીને લઈને વધુ એક જાહેરાત કરવામાં આવી છે. સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામા આવી છે. જેમાં 266 જગ્યાઓ પર પેટા હિસાબનીશ-પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ગૌણ સેવા દ્વારા નવી ભરતી જાહેર
પ્રાપ્ત જાણકારી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એડ નંબર 225 માં એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટની ભરતી જાહેર કરવામા આવી છે. જેમાં પેટા હિસાબનીશ અને સબ ઓડિટરની 116 જગ્યાઓ પર અને હિસાબનીશ, ઓડિટર અને પેટા તીજોરી અધિકારીની 150 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામા આવી છે. આ ભરતી માટે તારીખ 15 મી ફેબ્રુઆરી અટલે કે બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન અરજી થઈ શકશે. અને તારીખ 1 માર્ચ સુધી ઉમેદવારો અરજી કરી શકશે .