મહાકુંભમાં ડૂબકી લગાવવા પત્ની સાથે પહોંચ્યા ગૌતમ અદાણી

પ્રયાગરાજઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પત્ની પ્રીતિ અદાણીની સાથે મહાકુંભમાં ભાગ લેવા પ્રયાગરાજ પહોંચ્યા છે. અદાણી ગ્રુપે તેમની પત્ની સાથે ઇસ્કોન મંદિરની શિબિરમાં લોકોને ભોજન વિતરિત કર્યું હતું. ગ્રુપે ઇસ્કોનની સાથે મહાકુંભમાં ભક્તોને ભોજન પીરસવા માટે હાથ મિલાવ્યા છે. તેમના તરફથી મહાપ્રસાદ સેવા 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભના પૂરા સમયગાળા સુધી આપવામાં આવશે.

તેમની મહાકુંભની મુલાકાતમાં તેઓ ત્રિવેણી સંગમમાં પ્રાર્થના કરશે. તો સંગમમાં ડુબકી લગાવશે. જે વિડિયોમાં તેમને ડૂબકી લગાવતાં જોઈ શકાય છે.  આ ઉપરાંત બડે હનુમાનજીના પણ દર્શન કરશે. અદાણી ગ્રુપ ઈસ્કોન અને ગીતા પ્રેસના સહયોગથી મહાકુંભમાં ભક્તોની સતત સેવામાં વ્યસ્ત છે. મહાકુંભ મેળા વિસ્તારમાં દરરોજ એક લાખ ભક્તોમાં મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એક કરોડ ભક્તોને આરતી સંગ્રહનું વિતરણ કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો છે.

આ વર્ષે અદાણી ગ્રુપ, ઈસ્કોન અને ગીતા પ્રેસના સહયોગથી મહાકુંભમાં આવતા ભક્તોની સેવામાં વ્યસ્ત છે. અદાણી ગ્રુપ ઈસ્કોન સાથે મળીને દરરોજ એક લાખ ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અદાણી ગ્રુપ ગીતા પ્રેસના સહયોગથી 1 કરોડ આરતી સંગ્રહનું વિતરણ કરી રહ્યું છે.

મહાકુંભના મેળામાં 20 જાન્યુઆરી સુધી કુલ 8.81 કરોડ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી છે.