ગુજરાત સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું સંખ્યાબળ 26 એ પહોંચ્યું છે. ત્યારે, હવે ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાન તૈયાર કરાયા છે. આ નવા MLA ક્વાર્ટર્સને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે. સંભવિત 23 ઓક્ટોબરનાં રોજ ગાંધીનગરમાં ઉદ્ધઘાટન કાર્યક્રમનું આયોજન થઈ શકે છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા ક્વાટર્સ તૈયાર કરવામાં આવ્યા છે. ગાંધીનગરનાં સેક્ટર 17 ખાતે ધારાસભ્યો માટે 3BHK લકઝુરિયસ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. માહિતી અનુસાર, સેક્ટર 17 ખાતે 9 માળનાં 12 એપાર્ટમેન્ટ અને 216 ફ્લેટ ધારાસભ્યો માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ નવા નિવાસસ્થાનનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘઘાટન કરવામાં આવશે. સંભવિત 23 ઓક્ટોબરનાં રોજ ગાંધીનગરમાં ઉદ્ધઘાટન કાર્યક્રમનું આયોજન થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે આ 216 3 BHK લકઝુરિયસ ફ્લેટમાં આધુનિક સુવિધાઓ હશે. જે ગાંધીનગરના વહીવટી અને સાંસ્કૃતિક મહત્ત્વને વધુ ઊજાગર કરશે. MLA ના નવા ક્વાર્ટર્સનાં ઉદ્ઘાટન કાર્યક્રમને લઈ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય માટે નવા નિવાસસ્થાનની રજૂઆત બાદ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. નવા આવાસ માટે બજેટમાં પણ વિશેષ જોગવાઈ રાખવામાં આવી હોવાની માહિતી છે. જાહેર સુવિધામાં 2 લેન્ડસ્કેપ ગાર્ડન અને પ્લેઝન્ટ સીટઆઉટ, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, કેન્ટીન, આધુનિક હેલ્થ ક્લબ, ચિલ્ડ્રન પ્લે એરિયા, વરિષ્ઠ નાગરિક પાર્ક, ઇન્ટરનેટ લાઉન્જ અને ઇન્ડોર ગેમ ઝોન, ડેક સાથે યોગ એરોબિક્સ ઝોન, જોગિંગ અને વોકિંગ ટ્રેક તથા 4 ઇન-આઉટ ગેટ રહેશે.
