દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરના સેક્ટર 22માં પણ ઉત્સાહ સાથે ગણેશ ઉત્સવ મનાવાઈ રહ્યો છે. સાર્વજનિક ગણેશોત્સવ રંગ મંચ, સેક્ટર -22 ખાતે ઉજવાઈ રહ્યો છે. ગાંધીનગર ચા રાજાના આ લોકોત્સવમાં આજની ગણેશજીની આરતી તથા પૂજામાં ગાંધીનગરના સુપ્રસિદ્ધ પંચદેવ મંદિરના મહંત પરમ પૂજ્ય ફૂલશંકર શાસ્ત્રીજી સાથે સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતના અધ્યક્ષ અશ્વિનભાઈ ત્રિવેદી તથા અન્ય મહાનુભાવો તેમજ સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીનગરના અધ્યક્ષ નરેશભાઈ દવે, મનોજ ભાઈ જોષી, ઉદય ભાઈ ભટ્ટ, મૌલિક ભાઈ દવે, ભારતી બેન, દક્ષાબેન શુકલ, દીનાબેન ભટ્ટ, દર્શના બેન ઠાકર, વર્ષાબેન શુક્લાની સાથે સાથે યુવા ટીમ વતી હાર્દિક ભાઈ જાની તથા સ્મિત વ્યાસ તેમજ અન્ય બ્રહ્મબંધુઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર જિલ્લા તથા શહેર બાર એસોસિયેશનના પદાધિકારીઓ શંકરસિંહ રાણા, વિરેન્દ્ર સિંહ ચૌહાણ, વિજય સિંહ વાઘેલા, રાજુભાઈ જાની તેમજ સંજય સિંહ વાઘેલા તથા અન્ય વકીલ મિત્રો સાથે શહેરના અગ્રણી વેપારી રાધે સ્વીટ અને નમકીનના માલિક વિપુલ ભાઈ સુખડિયા તેમજ અગ્રણી બિલ્ડર ડો.દિલીપ ભાઇ પટેલ પરિવાર સાથે ગણપતિ દાદાની આરતી તથા પૂજામાં જોડાયા હતાં.
ગણેશ મહોત્સવના પ્રાંગણમાં બાળકોના શોર્ય ગીતથી દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો. એક પછી એક દરેક શાળાઓએ દેશભક્તિની થીમ પર અનોખી કૃતિઓ રજૂ કરી હતી. આ સ્પર્ધામાં ગ્રૂપ A માં સવિતા ગોવિંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, સમર્પણ મૂક બધિર સ્કૂલ, આર એન પટેલ પ્રાઇમરી સ્કૂલ, જે બી પ્રાઇમરી સ્કૂલ, એમ બી પટેલ કન્યા સ્કૂલ એ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી તેમજ ગ્રૂપ B મા આર જી પટેલ કન્યા સ્કૂલ, એમ બી પટેલ ઇંગ્લિશ સ્કૂલ, શેઠ સી એમ સ્કૂલ, આર સી પટેલ સ્કૂલ, એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ, સરસ્વતી સ્કૂલ, સોરઠ કારડીયા રાજપૂત સ્કૂલ તેમજ સફલ સ્કૂલે ભાગ લીધો હતો. સમારંભના અંતે સમિતિ દ્વારા દેશ ભક્તિ ડાન્સ સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા.
સ્પર્ધાના વિજેતાઓના નામ
ગ્રૂપ A
1. આર એન પટેલ પ્રાઇમરી સ્કૂલ
2. એમ બી પટેલ કન્યા સ્કૂલ
3. સમર્પણ મૂક બધિર સ્કૂલ
ગ્રૂપ B
1. એમ બી પટેલ ઇંગ્લિશ સ્કૂલ
2. આર જી પટેલ કન્યા સ્કૂલ
3. સરસ્વતી સ્કૂલ, આર સી પટેલ સ્કૂલ
આ સમગ્ર સ્પર્ધા નિર્ણાયક તરીકે કલા જગત ના નામાંકિત એવા હિરેનભાઇ ભટ્ટ (પરમ ક્રિએશન) અને ભાવિન ભાઈ પટેલ (પનઘટ કલા કેન્દ્ર)એ સેવા આપી હતી. નવાઈની વાત એ છે કે વરસતા વરસાદમાં પણ શ્રી ગણેશજીની અસીમ કૃપાને કારણ ક્રાયક્રમ પૂર્ણતઃ યોજાઇ શક્યો હતો.
તો બીજી તરફ તારીખ 30/08/2025 ના રોજ બપોરે 1:30 કલાકે જ્યોતિ મહિલા મંડળ દ્વારા બહનો માટે વિવિધ હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રાત્રે 8 કલાકે વોઇસ ઓફ કિશોર કુમાર તરીકે જણાતા ભૂષણ આવસત્થીની બૉલીવુડ ફીએસ્ટા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું.
