ઉત્તર પ્રદેશના મેરઠમાં મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થતાં ઘરમાં આગ લાગવાથી ચાર માસૂમ બાળકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત દરમિયાન બાળકોને બચાવવાના પ્રયાસમાં તેમના માતા-પિતા પણ દાઝી ગયા હતા. બાળકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ચારેય બાળકોના મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં દાઝી ગયેલા માતા-પિતા હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ, આ આખો મામલો મેરઠના પલ્લવપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારની જનતા કોલોનીનો છે. શનિવારે મોડી રાત્રે આખો પરિવાર ઘરમાં હાજર હતો. એ જ ક્ષણે કોઈએ મોબાઈલ ચાર્જ પર મૂક્યો. આ પછી મોબાઈલમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. થોડી જ સેકન્ડોમાં આખા ઘરમાં આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ. ઘરની અંદર કોઈને વિચારવાનો સમય ન મળ્યો અને બધા બળી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે મોબાઈલ ચાર્જરમાં શોર્ટ સર્કિટ થયું હતું. આ પછી બ્લાસ્ટ થયો અને આખા ઘરમાં આગ લાગી ગઈ.