આ ફેમસ સિંગરના ઘરની બહાર ધડાધડ ફાયરિંગ, કોણ જવાબદાર?

કેનેડાના વાનકુવરમાં પંજાબી ગાયક અને રેપર એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગની ઘટના સામે આવી છે. ફાયરિંગનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેની સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. ગાયક વિશેના આ ચિંતાજનક સમાચારે તેના ચાહકોમાં પણ હલચલ મચાવી છે. સિંગરનું ઘર કેનેડાના વાનકુવરમાં છે. અજાણ્યા હુમલાખોરોએ તેમના ઘરની બહાર આ ઘટનાને અંજામ આપ્યો હતો. ગોળીબાર કરનારા હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ નથી.

એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ માટે કોણ જવાબદાર?

પ્રખ્યાત પંજાબી ગાયક એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લોરેશ વિશ્નોઈ રોહિત ગોદારા ગેંગે લીધી છે. વાયરલ થઈ રહેલી પોસ્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. ફાયરિંગના વીડિયોએ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પગલે આ ઘટનાએ હોબાળો મચાવ્યો. વિક્ટોરિયા આઇલેન્ડ વિસ્તારમાં ગાયકના ઘર પાસે ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે 1 સપ્ટેમ્બરની રાત્રે કેનેડામાં બે સ્થળોએ ગેંગે ગોળીબાર કર્યો હતો – એક વિક્ટોરિયા આઈલેન્ડ પર અને બીજું વુડબ્રિજ, ટોરોન્ટોમાં.

ફેસબુક પર વાયરલ થઈ રહેલી પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે,’1 સપ્ટેમ્બરની રાત્રે અમે કેનેડામાં બે સ્થળોએ ફાયરિંગ કર્યું, જેમાંથી એક વિક્ટોરિયા આઈલેન્ડ અને વુડબ્રિજ ટાર્નોન્ટો છે. આ ફાયરિંગની જવાબદારી અમે રોહિત ગોદારા લોરેશ વિશ્નોઈ ગેંગ લઈએ છીએ. આગળ લખ્યું છે કે,’વિક્ટોરિયા આઇલેન્ડનું ઘર એપી ધિલ્લોનનું છે. આ પોસ્ટમાં સલમાન ખાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે લોકો અંડરવર્લ્ડના જીવનની નકલ કરો છો, પરંતુ વાસ્તવમાં અમે તે જીવન જીવી રહ્યા છીએ. તમારી મર્યાદામાં રહો નહીંતર તમે કૂતરાનું મોત મરશો.

પોલીસ એપી ધિલ્લોન ફાયરિંગ કેસની તપાસમાં વ્યસ્ત

સુરક્ષા એજન્સીઓ આ પોસ્ટ અને ફાયરિંગની હકીકત શોધવામાં વ્યસ્ત છે. આ પહેલા પણ ગોલ્ડી લોરેન્સ ગેંગે થોડા મહિના પહેલા વિદેશમાં ગિપ્પી ગ્રેવાલના ઘરે ફાયરિંગ કર્યું હતું. કેનેડિયન પોલીસે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.