ફિજીએ સર્વોચ્ચ નાગરિક સન્માનથી શ્રી શ્રી રવિશંકરને સન્માનિત કર્યા

બેંગલુરુ: દક્ષિણ પેસિફિક રાષ્ટ્ર ફિજીએ વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા. માનવ ઉત્થાનની તેમની ભાવના અને વિવિધ સમુદાયોને શાંતિ અને સુમેળમાં એકસાથે લાવવા માટે તેમના અથાક યોગદાન માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. ગુરુદેવને ફિજી ગણરાજ્યના માનનીય રાષ્ટ્રપતિ મહામહિમ રતુ વિલિયમ એમ. કેટોનીવેર દ્વારા ‘ફીજીના માનદ અધિકારી’નું બિરુદ આપવામાં આવ્યું.ફિજી ગુરુદેવને સર્વોચ્ચ નાગરિક સન્માન આપનાર વિશ્વનો છઠ્ઠો દેશ બન્યો છે. આ સન્માનથી ફિજીએ આર્ટ ઓફ લિવિંગ દ્વારા વૈશ્વિક સ્તરે તેમના માનવતાવાદી કાર્યની વિશાળતાનું સન્માન કર્યું છે. છેલ્લાં 43 વર્ષથી સુખ અને સંવાદિતા ફેલાવી રહ્યું છે. સ્વાસ્થ્ય, શિક્ષણ, પર્યાવરણ, મહિલા અને યુવા સશક્તિકરણ અને તણાવ રાહત અને ધ્યાનના ક્ષેત્રોમાં શ્રી શ્રી રવિશંકરના બહુપક્ષીય સેવા પહેલ દ્વારા સક્રિય છે.

ફિજીની મુલાકાત દરમિયાન, શ્રી શ્રી રવિશંકરે ફિજીના માનનીય નાયબ વડા પ્રધાન વિલિયમ ગાવોકા અને ફિજીમાં સંયુક્ત રાષ્ટ્રના નિવાસી સંયોજક ડર્ક વેગનર સહિત રાજ્યના મહાનુભાવો સાથે વાર્તાલાપ કર્યો. નેતાઓએ ચર્ચા કરી કે કેવી રીતે આર્ટ ઓફ લિવિંગ યુવાનોને સશક્તિકરણ કરીને ટાપુ રાષ્ટ્રની સર્વાંગી પ્રગતિમાં યોગદાન આપી શકે છે. સ્થાનિક સમુદાયોના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરીને, તે તેમને આયુર્વેદના શાશ્વત જ્ઞાનનો પરિચય કરાવી શકે છે.