મુશળધાર વરસાદમાં પણ અડગ ઉભા રહ્યો ચાહકો, અમિતાભે આપી આના પર પ્રતિક્રિયા

દર રવિવારે અમિતાભ બચ્ચન પોતાના ચાહકોને મળવા માટે ઘરની બહાર નીકળે છે. ગત રવિવારે કઈંક એવું જોઈને અભિનેતા અમિતાભ બચ્ચન આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે ધોધમાર વરસાદ વચ્ચે પણ ચાહકો તેમને મળવા પહોંચ્યા હતા અને તેમની રાહ જોઈ રહ્યા હતા. જોકે, બિગ બીએ તેમને નિરાશ ન કર્યા અને તેમને મળવા આવ્યા. ચાહકોનો જુસ્સો જોઈને તેઓ દંગ રહી ગયા અને હવે તેમણે તેના પર પ્રતિક્રિયા આપી છે.

ચાહકોના જુસ્સાથી બિગ બી પ્રભાવિત થયા

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને સોમવારે મોડી રાત્રે પોતાના બ્લોગ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી અને એક નોંધ પણ લખી. શેર કરેલી તસવીરોમાં જોવા મળે છે કે અભિનેતાના ચાહકો તેમની એક ઝલક મેળવવા માટે ઉત્સાહિત છે, જેની સામે વરસાદ પણ વામન સાબિત થઈ રહ્યો છે. અભિનેતાએ પોતાના વ્લોગમાં લખ્યું,’મુશળધાર વરસાદ, પણ તેઓ અડગ રહ્યા. મારી પાસે આ સ્નેહનો કોઈ જવાબ નથી, કોઈ શબ્દો નથી, ફક્ત ભગવાનના આશીર્વાદ છે. આગળ તેમણે લખ્યું,’મેં તેમને ઘરે જવા માટે ઘણું કહ્યું, વરસાદ પડી રહ્યો છે, પણ ના, તેઓ અડગ રહ્યા. હું તેમને નમન કરું છું.’

ચાહકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

તેમના બ્લોગમાં, અભિનેતાએ ચાહકો પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો અને લખ્યું,’મુશળધાર વરસાદ પડી રહ્યો હતો અને તેઓ શિસ્તબદ્ધ આદર સાથે ત્યાં ઉભા હતા. ના, તેઓ નહીં, હું તેમના પ્રત્યે મારો આદર વ્યક્ત કરું છું.’ તેમણે કહ્યું કે તેઓ આ આદર અને પ્રેમથી અભિભૂત છે.અમિતાભ બચ્ચન 82 વર્ષની ઉંમરે પણ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સક્રિય છે.

તાજેતરમાં જ તેમણે એક બ્લોગમાં જણાવ્યું હતું કે તેમણે માત્ર બે કલાકમાં સાત પ્રોજેક્ટ્સનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. જેમાં બે ફોટોશૂટ અને પાંચ જાહેરાત શૂટનો સમાવેશ થાય છે. બિગ બીના કાર્યક્ષેત્ર વિશે વાત કરીએ તો, તેઓ નિતેશ તિવારીની ‘રામાયણ’માં જટાયુની ભૂમિકામાં જોવા મળશે.