રજત શર્મા, ઈન્ડિયા-ટીવી પર ઝી-મીડિયાએ કેસ કર્યો

મુંબઈઃ ઝી ન્યૂઝ અને ઝી હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલોની માલિક કંપની ઝી મીડિયાએ કોપીરાઈટ નિયમોના ભંગ બદલ ટીવી પત્રકાર રજત શર્મા અને ન્યૂઝ ચેનલ ઈન્ડિયા ટીવી સામે કાનૂની દાવો માંડ્યો છે.  ઝી કંપનીનું કહેવું છે કે ઈન્ડિયા ટીવી ચેનલે તેના આપ કી અદાલત શૉમાં શિવસેના સ્થાપક બાલ ઠાકરેના 1993ની સાલના ટીવી ઈન્ટરવ્યૂનો એપિસોડ પ્રસારિત કર્યો હતો. તે ઈન્ટરવ્યૂ મૂળસ્વરૂપે ઝી મીડિયાએ બનાવ્યો હતો. ઝી મીડિયાએ આ મામલે રજત શર્મા અને ઈન્ડિયા ટીવી સામે દિલ્હી હાઈકોર્ટમાં કેસ કર્યો છે.

રજત શર્મા અને ઈન્ડિયા ટીવીએ હાઈકોર્ટને ગઈ કાલે ખાતરી આપી હતી કે તેઓ એમના તમામ પ્લેટફોર્મ્સ પરથી એ શૉને હટાવી દેશે. તેમજ ભવિષ્યમાં ક્યારેય પણ તે એપિસોડને પ્રસારિત કરવામાં નહીં આવે.