પત્ની આલિયાએ નવાજુદ્દીન સિદ્દીકીને ‘બેજવાબદાર પિતા’ કહ્યો

મુંબઈઃ ફિલ્મ અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ કહ્યું હતું કે અભિનેતા એક બેજવાબદાર પિતા છે. એ સાથે તેણે આરોપ લગાવ્યો હતો કે અભિનેતાએ તેની સગીર પુત્રીને પોતાના પુરુષ મેનેજર સાથે એકલી મોકલી દીધી હતી, જેણે અમર્યાદિત આચરણ કર્યું હતું.

આલિયાએ અનવેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આઠ પાનાંનો એક પત્ર પોસ્ટ કર્યો હતો. આ પત્રમાં તેણે દાવો કર્યો હતો કે સિદ્દીકીએ પુરુષ મેનેજર સાથે 12 વર્ષની પુત્રીને તેની જાણકારી અને મંજૂરી વિના અન્ય દેશમાં મોકલી દીધી હતી. આ પત્ર અનુસાર તથય્ એ છે કે એક બેજવાબદાર પિતા તરીકે તમે મારી સગીર પુત્રીને પુરુષ મેનેજરની સાથે અન્ય દેશમાં મોકલી દીધી હતી અને એ પણ મારી જાણ બહાર અને મંજૂરી વગર તેને એક હોટલમાં રોકાયા હતા.

તેના અનુસાર સિદ્દીકીના પુરુષ મેનેજરે એ દરમ્યાન મારી સગીર પુત્રીને અનેક વાર અવાંછિત રીતે ગળે લગાડી હતી અને તે પણ એણે અનેક વાર વાંધા રજૂ કર્યા છતાં. તમે એ વાતનો ઇનકાર નથી કરી શકતા કે એ કૃત્ય તમારા મેનેજર દ્વારા ત્યારે કરવામાં આવ્યું, જ્યારે હું કે તમે તેની નજીક નહોતા.

આલિયાએ સિદ્દીકી પર આરોપ લગાવ્યો હતો કે તેની પત્નીએ ચાર મહિના પહેલાં બાળકોને દુબઈમાં છોડી દીધા હતા અને હવે પૈસા માગવાને નામે તેને પરત બોલાવ્યો હતો. અભિનેતાએ દાવો કર્યો હતો કે તેનાં બાળકો પહેલાંથી જ 45 દિવસો સુધી સ્કૂલથી દૂર છે.