બચ્ચન અને લતાજી સહિત સ્ટાર્સે આપી હનુમાન જયંતિની શુભેચ્છા

નવી દિલ્હીઃ બોલીવુડના સ્ટાર્સે હનુમાન જયંતીના અવસર પર પોતાના ફોલોઅર્સને શુભેચ્છાઓ આપી છે. તમામે સર્વશક્તિમાન હનુમાનજી મહારાજ પાસેથી બધા જ લોકોને ખુશી, સદભાવના સાથે સાથે રહેવા અને જીવનમાં આવતા સંકટનો સામનો કરવા માટે બધાને મજબૂત બનાવવાના આશીર્વાદ માંગ્યા હતા. આ લિસ્ટમાં અમિતાભ બચ્ચન, લતા મંગેશકર, અનુપમ ખેર જેવા ઘણા કલાકારોનો સમાવેશ થાય છે.

હનુમાનજી મહારાજને તેમની શક્તિ અને ભગવાન રામ પ્રત્યે સમર્પણ માટે હંમેશા યાદ કરવામાં આવે છે. ભગવાન હનુમાનજી મહારાજે રામાયણમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તેમણે ભગવાન રામની પરમ ભક્તિ કરી હતી. અને રાવણ સીતાનું અપહરણ કરીને લંકામાં લઈ ગયો હતો ત્યાંથી માં સિતાને મુક્ત કરાવવામાં પણ ભગવાન રામની મદદ કરી હતી. આજે હનુમાન જયંતીના અવસર પર આ શક્તિશાળી સ્વામીને આ સ્ટાર્સે પોતાના સોશિયલ નેટવર્કિંગ અકાઉન્ટ પર પોતાના ફેન્સના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી.

સુપર સ્ટાર અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, નીલ નીતિન મુકેશ, અભિનેત્રી રવીના ટંડન જેવા ઘણા સ્ટાર્સનો સમાવેશ થાય છે. ભગવાન હનુમાનજીનો એક ફોટો શેર કરતા અમિતાભ બચ્ચને પવિત્ર પુસ્તક હનુમાન ચાલીસાની એક પંક્તિને તેમના કેપ્શનના રુપમાં લખ્યું.

તેમણે લખ્યું હતું કે, “જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર” અનિલ કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર હનુમાનજીનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેમના અનુયાયીઓ માટે ખુશી, સદભાવ અને સમૃદ્ધીની કામના કરવામાં આવી છે. રવીના ટંડને પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર હનુમાન ચાલીસાની કેટલીક પંક્તિઓ લખી છે. આ સાથે જ દુનિયાના તમામ લોકોને સાજા કરવા માટે પ્રાર્થના પણ કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]