શિલ્પા શેટ્ટીના ઘરે દીકરીનો જન્મઃ ઈન્સ્ટાગ્રામ પર વ્યક્ત કર્યો આનંદ

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના ઘરે દીકરીનો જન્મ થયો છે. શિલ્પા શેટ્ટી સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે પરંતુ તાજેતરમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એક ફોટો શેર કર્યો છે, જે તેની દીકરીનો છે. દંપતીએ દીકરીનું નામ સમીશા શેટ્ટી કુંદ્રા રાખ્યું છે. શિલ્પા શેટ્ટીની આ પોસ્ટથી ફેન્સમાં ખુશીનો માહોલ ફેલાયો છે. શિલ્પાના ઈન્સ્ટાગ્રામ પર શેર થયેલા આ ફોટોમાં તેની દીકરીએ શિલ્પાનો હાથ પકડી રાખ્યો છે. શિલ્પા શેટ્ટી અને તેમની દીકરી સમીશાનો આ ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શિલ્પા શેટ્ટીએ પોતાની દીકરીનો ફોટો શેર કરતા લખ્યું કે, ઓમ શ્રી ગણેશાય નમ:, અમારી પ્રાર્થનાઓનો જવાબ એક ચમત્કાર સાથે મળ્યો. અમારા દિલથી કૃતજ્ઞતા સાથે, અમારી નાની પરીના આગમનની જાહેરાત કરતા આનંદ અનુભવી રહ્યા છીએ. સમીશા શબ્દનો રશિયન ભાષામાં અર્થ “ભગવાન જેવું” થાય છે. શિલ્પાએ લખ્યું છે કે, તમારા નામનો અર્થ છે ”અમારા લક્ષ્મી દેવી”.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]