ટ્રમ્પે પણ સ્વીકાર્યું કે PM મોદી જ ફેસબુક પર નંબર વન

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક ફોલોઇંગનો હવાલો આપતાં કહ્યું હતું કે દોઢ અબજ ભારતીય લોકોનું પ્રતિનિધિત્વ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વસતિની સંખ્યાને કારણે ફેસબુક પર નંબર વન છે. જોકે સત્તાવાર ડેટા મુજબ ભારતની વસતિ 1.3 અબજ છે. ટ્રમ્પ આગામી સપ્તાહે ભારત પ્રવાસે આવવાના છે. આ પહેલાં તેમણે દાવો કર્યો હતો કે ફેસબુક ફોલોઅર્સને મામલે મોદી બીજા ક્રમે છે અને તેઓ ખુદ પહેલા સ્થાને છે. આની માહિતી તેમને ફેસબુકના કાર્યકારી અધ્યક્ષ માર્ક ઝુકરબર્ગે આપી હતી.

ટ્રમ્પે લાસ વેગાસમાં હોપ ફોર પ્રિઝનર્સ  ગ્રેજ્યુએશન સેરેમનીમાં સંબોધતાં કહ્યું હતું કે હું આવતા સપ્તાહે ભારત જવાનો છું. અમે લોકો વાતચીત કરી રહ્યા છીએ. શું તમે જાણો છો તેમની પાસે 1.5 અબજ લોકો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફેસબુક પર બીજા ક્રમે છે. જરા તમે વિચારો, શું તમને ખબર છે પહેલા ક્રમાંકે કોણ છે?  ટ્રમ્પ. શું તમે વિશ્વાસ કરશો? નંબર વન કોણ છે?  મને ખબર છે. ગુરુવારે ફેસબુક પેજના આકડા મળ્યા છે કે નરેન્દ્ર મોદીને ફેસબુક પર ચાર કરોડ  40 લાખ લોકો ફોલો કરે છે. બીજી બાજુ ટ્રમ્પને બે કરોડ અને 70 લાખ લોકો ફોલો કરે છે, જ્યારે અમેરિકાની કુલ વસતિ 32 કરોડ 50 લાખ છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેમને હાલમાં જ ઝુકરબર્ગે ફેસબુક પર નંબર વન રહેવા માટે અભિનંદન આપ્યા હતા.   

રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ફેસબુક પ્રમુખ માર્ક ઝુકરબર્ગે ત્રણ સપ્તાહ પહેલાં આવ્યા અને તેમને અભિનંદન આપ્યાં. મેં પૂછ્યું શેના માટે?  તેમણે કહ્યું કે ફેસબુક પર નંબર નવ રેહવા બદલ. મેં તેમને પૂછ્યું કે ટ્વિટર પર નંબર વન?  તેમણે કહ્યું કે મેં નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યાં છે. મેં તેમને કહ્યું કે તેમની પાસે દોઢ અબજની જનસંખ્યા છે, મારી પાસે 35 કરોડની.