શાહરુખ ખાનની ‘જવાને’ 17મા દિવસે રચ્યો ઇતિહાસ

નવી દિલ્હીઃ શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. બોલીવૂડ એક્ટર શાહરુખ ખાનની લેટેસ્ટ ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કલેક્શન કરી રહી છે. રસપ્રદ વાત એ છે કે આ સૌથી ઝડપથી કમાણી કરી રહી છે. ‘જવાને’ કમાણીના તમામ રેકોર્ડ પોતાને નામે કરી લીધા છે. આ ફિલ્મે ‘ગદર 2’નો રેકોર્ડ 16મા દિવસે બ્રેક કરી દીધો છે.

કિંગ ખાનની ‘જવાને’ 16મા દિવસે રૂ. સાત કરોડની કમાણી કરીને ‘ગદર 2’ના કુલ કુલ કલેક્શન રૂ. 532.93 કરોડને પાછળ રાખી દીધી છે. આ ફિલ્મે શનિવારે જબરદસ્ત કમાણી કરી છે.

શાહરુખ ખાન માટે વર્ષ 2023 બહુ લકી રહ્યું છે. આ વર્ષે તેની એક્શન થ્રિલર ફિલ્મ ‘પઠાન’ બ્લોકબસ્ટર રહી હતી તો હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘જવાન’ એનાથી બે ડગલા આગળ નીકળી ગઈ છે. ‘જવાને’ રિલીઝ થયાના 16મા દિવસે રૂ. 545.58 કરોડનું કલેક્શન કરીને ‘પઠાન’ના રૂ. 543.5 કરોડના લાઇફટાઇમ કલેક્શનનનો રેકોર્ડ તોડી કાઢ્યો છે.

એ સાથે ‘જવાને’ ફરી એક વાર ઇતિહાસ રચ્યો છે અમને બોલીવૂડની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મોની લિસ્ટમાં ટોચ પર આવી ગઈ છે. હવે ‘જવાન’ રૂ. 600 કરોડના લક્ષ્યને પાર કરવા આગળ વધી રહી છે. આશા છે કે એ માઇલ્સ સ્ટોન પણ ‘જવાન’ જલદી પૂરો કરી લેશે.