સંજય દત્ત અરુણાચલ પ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો

મુંબઈઃ બોલીવૂડના સુપરસ્ટાર સંજય દત્તને અરુણાચલ પ્રદેશ સરકારે બ્રાન્ડ નિયુક્ત કર્યા છે. એક્ટરે સરકારનો આભાર વ્યક્ત કરતાં ઇન્સ્ટાગ્રામ પર સરકારી અધિકારીઓ સાથે ફોટો શેર કર્યો હતો. સરકારે સંજય દત્ત સિવાય એવોર્ડવિજેતા ફિલ્મ પ્રોડ્યુસર રાહુલ મિત્રાને પણ બ્રાન્ડ સલાહકાર નિયુક્ત કર્યા છે.

સંજય દત્તે ઇન્સ્ટા પર પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે અરુણાચલ પ્રદેશ સરકારે મને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાથી ઘણો ગર્વ અનુભવું છું રાહુલ મિત્રાની સાથે 50 વર્ષ પૂરાં થવા બદલ મિડિયા કેમ્પેન કરવા માટે ઉત્સાહિત છું. મુખ્ય પ્રધાન પેમા ખાંડુજી અને વિધાનસભા સ્પીકર પાસંગ સોનાજીને ભવ્ય સ્વાગત માટે આપ બંનેનો આભાર.

રાજ્ય સરકાર દ્વારા આ વિશેષ ઘોષણા અરુણાચલ પ્રદેશના નામકરણના 50 વર્ષની સુવર્ણ જયંતી સમારોહમાં કરવામાં આવી હતી. સંજય દત્ત અને મિત્રા આ કાર્યક્રમમાં સામેલ થવા માટે ખાસ મુંબઈથી દિબ્રુગઢ આવ્યા હતા. એ પછી તેઓ હેલિકોપ્ટરથી મેચુકાની સુરમ્ય ખીણ પહોંચ્યા હતા.

આ પ્રસંગે રાહુલ મિત્રા ફિલ્મસ દ્વારા સંકલ્પિત અને એડ મેકર અને ડ્રમર શિરાજ ભટ્ટાચાર્ય દ્વારા શૂટ કરવામાં આવેલા એક મોટી મિડિયા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેમાં સંજય દત્તને યુવા આઇકન, કુદરતપ્રેમી તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં પ્રવાસીઓને આકર્ષવા માટે સંજય દત્ત રાજ્યના યુવાઓની સાથે નશામુક્તિ ઝુંબેશ અને મુધ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા બદલ સંજય દત્ત ઘણો ખુશ છે. તેણે રાહુલ મિત્રા સાથે ફોટો શેર કરતાં મુખ્ય પ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.