સલમાન 33-વર્ષ પહેલાં આ નાના રોલથી ટોચે પહોંચ્યો

 મુંબઈઃ બોલીવૂડના ‘દબંગ’ સલમાન ખાનના ફેન્સના ફેવરિટ સ્ટાર્સમાંના એક છે. લોકો તેમની એક ઝલક મેળવવા કલાકો રાહ જુએ છે. જોકે એક સમય હતો, સલમાનને પણ ફિલ્મમાં એક નાનો રોલ મેળવવા માટે કલાકો લાઇનમાં ઊભા રહેવું પડતું હતું. ત્યારે સલમાનને કોઈ ઓળખતું નહોતું અને ફિલ્મ માટે તેમણે કેટલાય પ્રોડ્યુસર્સની ઓફિસની બહાર આંટા મારવા પડતા હતા.

એ દરમ્યાન ડિરેક્ટર જેકે બિહારીની ફિલ્મ ‘બીવી હો તો ઐસી’માં એક રોલ એવો હતો, જેને કોઈ પણ એક્ટર કરવા તૈયાર નહોતો. એ રોલ હતો ફિલ્મમાં રેખાના દિયરનો. મેકર્સ પણ એ રોલના ઓછા પૈસા આપી રહ્યા હતા. એ રોલ સલમાનને મળ્યો, જે પછી સલમાનનું નસીબ ચમકી ગયું.

મેકર્સે વગર ઓડિશને સલમાનને એ રોલ આપ્યો હતો. બિહારીએ સલમાનને કહ્યું હતું કે કાલે આવીને સાઇનિંગ અમાઉન્ટ લઈ જજે અને શૂટિંગની તારીખ પણ બતાવી દઈશ. જોકે સલમાન એ વખતે નહોતો જાણતો કે તેનો રોલ બહુ નાનો છે અને ફિલ્મ રિલીઝ થયા પછી કોઈએ તેના રોલની પ્રશંસા કરી હતી. એ પછી સલમાને બીજી ફિલ્મ માટે ઘણી લાંબી રાહ જોવી પડી હતી. એ પછી તેને ‘મૈંને પ્યાર કિયા’ મળી. ફિલ્મ રિલીઝ થતાં જ બોક્સઓફિસ પર સુપરહિટ નીવડી હતા. એ પછી સલમાને પાછળ વાળીને નથી જોયું. આજે બોલીવૂડના સુપરસ્ટાર્સના લિસ્ટમાં નામ સામેલ છે.

હાલ સલમાન આવનારી ફિલ્મ ‘ટાઇગર 3’ના શૂટિંગમાં વ્યસ્ત છે. છેલ્લે તેની ‘રાધે’ ફિલ્મ આવી હતી, જે ફેન્સને ઘણી પસંદ આવી હતી.