મુંબઈ – સલમાન ખાન અને કેટરીના કૈફે એમનાં દ્વારા અભિનીત આગામી હિન્દી ફિલ્મ ‘ભારત’નું ‘ઝિંદા…’ ગીત 17 મે, શુક્રવારે મુંબઈમાં પત્રકારો સમક્ષ રિલીઝ કર્યું હતું. આ ફિલ્મ આવતી પાંચ જૂને ઈદના તહેવારમાં રિલીઝ કરાશે.
ફિલ્મમાં જેકી શ્રોફ, દિશા પટની, તબુ, સુનીલ ગ્રોવર, નોરા ફતેહીની પણ મહત્ત્વની ભૂમિકા છે.
ગીતના વિડિયોમાં એક સામાન્ય ભારતીય નાગરિક અને એના દેશની 60 વર્ષની સફરની એક ઝલક દર્શાવવામાં આવી છે.
ગીતની શરૂઆતમાં સલમાનને પ્રૌઢ વયના પુરુષ તરીકે બતાવવામાં આવ્યો છે.
નિર્માતાઓએ ફિલ્મનું આ ચોથું ગીત રિલીઝ કર્યું છે. ગીતનો વિડિયો બે મિનિટ અને 2 સેકંડનો છે. ગીતની શરૂઆતમાં સલમાન 1947ની સાલને યાદ કરે છે, જ્યારે એ 8 વર્ષનો હતો અને ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે એ તેના પિતાથી છૂટો પડી જાય છે.
ગીતમાં સલમાનના બાળપણથી લઈને બુઢાપા સુધીની સફર વિશે દર્શાવવામાં આવ્યું છે. ગીતમાં એની મહેનત તેમજ રોમાન્સને પણ બતાવવામાં આવ્યો છે. અમુક દ્રશ્યોમાં એ દિશા પટની સાથે સર્કસમાં દેખાય છે તો બાદમાં કેટરીના કૈફ સાથે જોવા મળ્યો છે.
ગીતનું સંગીત વિશાલ દદલાનીએ આપ્યું છે.
(તસવીરોઃ દીપક ધુરી)
httpss://youtu.be/–7kFu0_sEM