કાન્સ ફિલ્મોત્સવમાં હાજરી પૂર્વે કંગનાએ ઘટાડ્યું પાંચ કિલો વજન

મુંબઈ – કંગના રણૌત બોલીવૂડની ટેલેન્ટેડ અભિનેત્રી ઉપરાંત ફિટનેસ માટે સજાગતા માટે પણ જાણીતી છે. કાયાને ફિટ રાખવા માટે એ આકરી કસરતો પણ કરે છે.

‘મણિકર્ણિકા’ની રાણી લક્ષ્મીબાઈ, કંગના હાલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે સજ્જ થઈ રહી છે. પહેલી જ ઈમ્પ્રેશનમાં છવાઈ જવાય એ માટે તે પોતાની કાયાને ફિટ બનાવી રહી છે. એણે માત્ર 10 દિવસમાં જ પાંચ કિલો વજન ઘટાડી દીધું છે.

કંગનાની ટીમે અમુક તસવીરો અને વિગતો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

કંગના છેલ્લે ઐતિહાસિક કથાવાળી ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’માં જોવા મળી હતી જેમાં એણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો રોલ કર્યો હતો.

કંગના હવે આવી રહી છે ‘મેન્ટલ હૈ ક્યા’ ફિલ્મમાં, જેમાં એનો હિરો છે રાજકુમાર રાવ.

ત્યારબાદ એની નવી ફિલ્મ આવશે ‘પંગા’.

httpss://www.instagram.com/p/Bxe3_LPh4e_/

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]