મુંબઈઃ જાણીતા ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક રાજકુમાર સંતોષી ‘ગાંધી ગોડસે – એક યુદ્ધ’ ફિચર ફિલ્મ સાથે 2023ના જાન્યુઆરીમાં સિનેમાગૃહોમાં પુનરાગમન કરવાના છે. ‘ઘાયલ’, ‘દામિની’, ‘ઘાતક’, ‘અંદાઝ અપના અપના’, ‘ચાઈના ગેટ’, ‘ધ લીજેન્ડ ઓફ ભગતસિંહ’, ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’ જેવી ફિલ્મો માટે જાણીતા સંતોષી 9 વર્ષ પછી ફરી ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. એમણે છેલ્લે 2013માં શાહિદ કપૂર અભિનીત ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ ફિલ્મ બનાવી હતી.
‘ગાંધી ગોડસે – એક યુદ્ધ’ ફિલ્મમાં તેઓ મહાત્મા ગાંધી અને નથુરામ ગોડસેની અત્યંત વિરુદ્ધ વિચારસરણી વચ્ચેના જંગ વિશેની વાત જણાવશે. આ ફિલ્મની જાહેરાત કરતો એક વીડિયો નિર્માતાઓ – સંતોષી પ્રોડક્શન્સ એલએલપી અને પીવીઆર પિક્ચર્સ દ્વારા સોશ્યલ મીડિયા પર રિલીઝ પણ કરવામાં આવ્યો છે. ફિલ્મનું સંગીત એ.આર. રેહમાન સંભાળશે. ફિલ્મ 2023ની 26 જાન્યુઆરીએ રિલીઝ કરવાનું નિર્ધારિત છે.
A legendary Filmmaker & National Award-winning director, #RajkumarSantoshi, returns with #GandhiGodseEkYudh on #RepublicDay! 🇮🇳
Let the war of ideologies begin from 26th January 2023 in cinemas near you. @ANTANID20 #ChinmayMandlekar #MukundPathak #GhanshyamSrivastva pic.twitter.com/KA3QKIQJby— PVR Pictures (@PicturesPVR) December 15, 2022