રાજેશ ખન્ના-અમિતાભની ‘આનંદ’ ફિલ્મની રીમેક બનાવાશે

મુંબઈઃ એ વખતના સુપરસ્ટાર રાજેશ ખન્ના અને નવા સવા અભિનેતા અમિતાભ બચ્ચનને ચમકાવતી દિગ્દર્શક ઋષિકેશ મુખરજીની સુપરહિટ ફિલ્મ આનંદની રીમેક બનાવવાના છે સમીર રાજ સિપ્પી. સમીર આનંદ ફિલ્મના નિર્માતા એન.સી. સિપ્પીના પૌત્ર છે. સમીર સિપ્પીને ફિલ્મનિર્માણમાં સાથ આપશે વિક્રમ ખખ્ખર. ફિલ્મના દિગ્દર્શક અને કલાકારોની પસંદગી કરવાની હજી બાકી છે. વિક્રમ ખખ્ખરે આ સમાચારની જાણકારી આપી છે.

1971માં આવેલી આનંદ ફિલ્મમાં રાજેશ ખન્નાએ કેન્સર બીમારીનો ભોગ બનેલા યુવક આનંદ સેહગલ રોલ કર્યો હતો અને અમિતાભે એના ડોક્ટર ભાસ્કર બેનરજી (બાબુ મોશાય)ની ભૂમિકા કરી હતી. પરંતુ આનંદનું કેન્સર આખરી તબક્કામાં પહોંચી જાય છે અને નિધન પામે છે, પરંતુ પોતે જેટલા લોકોની સાથે સમય વિતાવે છે એમનું દિલ જીતી લે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]