નવાઝુદ્દીનની હોલીવુડમાં-એન્ટ્રીઃ ‘લક્ષ્મણ લોપેઝ’ ફિલ્મમાં મળ્યો રોલ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ ગઈ કાલે ફ્રાન્સના કાન્સ શહેરમાં આયોજિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ-2022માં રેડ કાર્પેટ પર વોક કર્યું. આ સાથે જ એમણે કારકિર્દીમાં એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. એમને અમેરિકન-ઈંડી ફિલ્મ ‘લક્ષ્મણ લોપેઝ’માં લીડ રોલ મળ્યો છે. ક્રિસમસ થીમવાળી આ ફિલ્મનું દિગ્દર્શન મેક્સિકોના રોબર્ટો ગિરોલ્ટ કરવાના છે.

‘લક્ષ્મણ લોપેઝ’ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં અમેરિકામાં રિલીઝ કરાશે. ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ ફિલ્મના અભિનેતા સિદ્દીકીએ કહ્યું કે, ‘રોબર્ટો ગિરોલ્ટ કેમેરા દિગ્ગજ દિગ્દર્શક છે. એમની ફિલ્મમાં કામ કરવાની તક એક વેલકમ ચેલેન્જ છે. હું કાયમ આવી તકની રાહ જોતો હોઉં છું. મને ‘લક્ષ્મણ લોપેઝ’ શિર્ષક પણ બહુ ગમ્યું. મેં જ્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી તો મને બહુ પસંદ પડી.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]