મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાને સામાજિક ન્યાય ક્ષેત્ર માટે આ વર્ષના મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે.
પ્રિયંકાને આ એવોર્ડ સામાજિક ઉદ્દેશ્યો માટે એણે આપેલા યોગદાન માટે આપવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, પ્રિયંકાએ તાજેતરમાં સિરીયાની મુલાકાત લીધી હતી જ્યાં તે નિરાશ્રીત બાળકોને મળી હતી અને એમની સાથે વાતચીત કરી હતી.
પ્રિયંકા UNICEF સંસ્થાની ગુડવિલ એમ્બેસેડર છે તથા અનેક સખાવતી પ્રવૃત્તિઓમાં સહાયરૂપ થવા માટે જાણીતી છે.
35 વર્ષીય. પ્રિયંકાની ગેરહાજરીમાં આ એવોર્ડ એનાં માતા મધુ ચોપરાએ મેળવ્યો હતો.
UNHCR સંસ્થાની ગુડવિલ એમ્બેસેડર આ પહેલાં હોલીવૂડ અભિનેત્રી એન્જેલીના જોલી હતી. ગ્લોબલ સુપરસ્ટાર પ્રિયંકા ચોપરા હવે એની અનુગામી બની છે અને યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર બની છે.
પ્રિયંકાને આ એવોર્ડ યુવા પેઢી પ્રતિ કરુણા તથા સદ્દવ્યવહાર દાખવવા માટે આપવામાં આવ્યો છે.
એવોર્ડ સ્વીકારવા માટે પ્રિયંકાને હાર્મની ફાઉન્ડેશન તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. એની વતી એના માતા ડો. મધુ ચોપરાએ એવોર્ડ સ્વીકાર્યો હતો.
ભૂતકાળમાં કિરણ બેદી, અણ્ણા હઝારે, ઓસ્કર ફર્નાન્ડિસ, સુધા મૂર્તિ, મલાલા યુસુફઝાઈ, સુસ્મિતા સેન અને બિલ્કીસ બાનો ઈધી આ એવોર્ડથી સમ્માનિત થઈ ચૂક્યાં છે.