(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧૬-૩૧ જાન્યુઆરી, ૧૯૯૮ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)
જીવન દેવરાજ ગઢવી (માંડવી કચ્છ)
સવાલઃ કપૂર ખાનદાનમાં સૌથી વધુ ભૂમિકાઓ કોણે કરી છે? જવાબઃ પૃથ્વીરાજ કપૂર જેટલી ભૂમિકાઓ કપૂર ખાનદાનમાં કોઈએ ભજવી હોય એવું લાગતું નથી. ૧૯૨૯માં મૂકપટના જમાનાથી તેઓ અભિનયક્ષેત્રે આવ્યા. ત્યારપછી એમના નાના ભાઈ ત્રિલોક કપૂર, પુત્રો રાજ કપૂર, શમ્મી કપૂર, શશી કપૂર, પૌત્રો રણધીર કપૂર, રીશી કપૂર, રાજીવ કપૂર, પ્રપૌત્રી કરિશ્મા કપૂર (પ્રપૌત્રી કરીના કપૂર, પ્રપૌત્ર રણબીર કપૂર) સુધી કપૂર ખાનદાન ફિલ્મોમાં ચમક્યું છે. ૧૯૭૨માં પૃથ્વીરાજનું નિધન થયું ત્યાં સુધી તેઓ કાર્યરત હતા. એમની ‘બોમ્બે બાય નાઈટ’ તો એમના મૃત્યુ પછી ૧૯૭૮માં પડદા પર આવી હતી. (પિતા પૃથ્વીરાજ કપૂર સાથે ત્રણ સ્ટાર પુત્રો – રાજ કપૂર, શમ્મી કપૂર, શશી કપૂર) |