‘પઠાણ’નું ટીઝર રિલીઝ કરાયું; શાહરૂખની કમબેક ફિલ્મ

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને તેની આગામી હિન્દી ફિલ્મ ‘પઠાણ’ની રિલીઝ તારીખની જાહેરાત કરી છે. 56-વર્ષીય શાહરૂખે ઈન્સ્ટાગ્રામ પર ટીઝર શેર કર્યું છે. એમાં તેણે કેપ્શનમાં લખ્યું છેઃ ‘હું જાણું છું કે મોડું થઈ ગયું છે… પરંતુ તારીખ યાદ રાખો… પઠાણ ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ… 2023ની 25 જાન્યુઆરીએ થિયેટરોમાં મળીશું. હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ કરાશે.’

આ ફિલ્મમાં શાહરૂખ સાથે દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમની પણ મહત્ત્વની ભૂમિકાઓ છે. આ ફિલ્મ સાથે શાહરૂખ ચાર વર્ષ બાદ રૂપેરી પડદા પર કમબેક કરશે. આ સ્પાઈ-થ્રિલર ફિલ્મના દિગ્દર્શક છે સિદ્ધાર્થ આનંદ, જેઓ આ પહેલાં ‘વોર’ અને ‘બેન્ગ બેન્ગ’ ફિલ્મો બનાવી ચૂક્યા છે. શાહરૂખ છેલ્લે 2018માં ‘ઝીરો’ ફિલ્મમાં ચમક્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]