ફરહાન અખ્તરની ભૂતપૂર્વ પત્નીની ચેતવણી

મુંબઈઃ બોલીવુડ અભિનેતા અને દિગ્દર્શક ફરહાન અખ્તરે સંચાલક તરીકે કામગીરી બજાવતી શિબાની દાંડેકર સાથે ગઈ 19 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ સોશિયલ મિડિયા પર ટીકા કરનારાઓ (ટ્રોલર્સ)ની ફરહાનની ભૂતપૂર્વ પત્ની અધૂના ભાબાનીએ ઝાટકણી કાઢી છે. હેરસ્ટાઈલિસ્ટ અધૂનાએ એમનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું છે કે, ‘ટ્રોલર્સ સંભાળજો. જેમનામાં સકારાત્મક્તાનો ગુણ નથી એ દરેકને હું બ્લોક કરી દેવાની છું.’ અધૂનાએ આમ લખીને #liveandletlive #goodvibesonly હેશટેગ્સ મૂક્યાં છે.

ફરહાન અને અધૂનાએ 2000માં લગ્ન કર્યા હતા. 2017માં બંનેએ અલગ થવાની જાહેરાત કરી હતી. બંનેને બે દીકરી છે – શાક્યા (21) અને અકિરા (15). ફરહાન અને અધૂના એમની દીકરીઓનો જન્મદિવસ કે અન્ય પ્રસંગોની ઉજવણી સાથે મળીને કરતાં હોય છે. ફરહાન-શિબાનીનાં લગ્નપ્રસંગમાં શાક્યા અને અકિરાએ પણ હાજરી આપી હતી. અધૂના ભાબાની બી-બ્લન્ટ ઈન્ડિયાનાં સહ-સ્થાપક અને ક્રીએટિવ ડાયરેક્ટર છે. તેઓ અનેક સલૂન અને હેરસ્ટાઈલિંગ સંસ્થાઓનાં માલિકણ છે. ફરહાનથી અલગ થયાં બાદ અધૂનાને અભિનેતા ડીનો મોરિયાના ભાઈ નિકોલો મોરિયાનો પ્રેમ મળ્યો હોવાનો અહેવાલ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]