કંગનાની ‘ધાકડ’ 27 મેએ ચાર ભાષાઓમાં રિલીઝ થશે

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોત અભિનિત ફિલ્મ ‘ધાકડ’ 27 મેએ થિયેટરોમાં રિલીઝ થશે. કંગના એ તેના ફેન્સને તેની ફિલ્મની રિલીઝ ડેટ કરતાં લખ્યું હતું કે એક્શન સ્પાય થ્રિલર ‘ધાકડ’ 27 મેએ ચાર ભાષાઓ- હિન્દી, તમિળ, તેલુગુ અને મલયાલમમાં મોટા પડદાઓ પર આગ લગાવવી દેશે. કંગનાએ જે ફોટો શેર કર્યો છે, તેમાં તે હાથોમાં મશીન ગન લઈને ફાયર કરતી નજરે ચઢી રહી છે. તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાય છે. ફિલ્મ ‘ધાકડ’ને કંગના પહેલાં આઠ એપ્રિલે રિલીઝ થવાની હતી, પણ તેણે એક મહિના પછી રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો અને જણાવ્યું હતું કે આ ફિલ્મ 20 મેએ રિલીઝ થશે, પરંતુ હવે તેણે ફિલ્મ રિલીઝની કન્ફર્મ ડેટ બતાવી દીધી છે. કંગનાએ ફિલ્મ ‘ધાકડ’ વિશે જણાવ્યું હતું કે ભારતે આ ફિલ્મમાં બતાવવામાં આવેલી મહિલા એક્શન એન્ટરટેઇનર ક્યારેય નહીં જોઈ હોય. એની વાર્તા સર્વોપરી છે, કેમ કે એ મહત્તમ લોકો સુધી પહોંચવી જોઈએ અને મને એ ઘોષણા કરતાં ખુશી થઈ રહી છે કે ‘ધાકડ’ અનેક ભાષાઓમાં રિલીઝ થશે.

તેણે એ પણ કહ્યું હતું કે હું એજન્ટ અગ્નિથી મળવા માટે દર્શકોની રાહ નથી જોઈ શકતી. ‘ધાકડ’ એક મહિલા સ્ટારના નેતૃત્વવાળી એક હાઇ ઓક્ટેન સ્પાય થ્રિલર છે. એ ફિલ્મ એક મોટા બજેટની ફિલ્મ છે. આ એક્શન ફિલ્મમાં અર્જુન રામપાલ, દિવ્યા દત્ત અને શાશ્વત ચેટરજી પણ છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]