પરિણીતી ચોપરા અભિનીત ‘સાઈના’ રિલીઝ થશે 26-માર્ચે

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ તેની નવી ફિલ્મ ‘સાઈના’ની રિલીઝ તારીખની આજે પોતાનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર જાહેરાત કરી છે. આ ફિલ્મ આવતી 26 માર્ચે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ દેશની અગ્રગણ્ય બેડમિન્ટન સ્ટાર, ઓલિમ્પિક્સ મેડલવિજેતા સાઈના નેહવાલનાં જીવન પર આધારિત હશે.

પરિણીતીએ આ ફિલ્મનું પોસ્ટર તથા ટીઝર સોશિયલ મિડિયા પર રિલીઝ કર્યું છે. ફિલ્મના દિગ્દર્શક છે અમોલ ગુપ્તે, જેમણે આ પહેલાં ‘તારે ઝમીં પર’ અને ‘સ્ટેન્લી કા ડબ્બા’ ફિલ્મો બનાવી છે. આ ફિલ્મ વાસ્તવમાં ગયા વર્ષના ઉનાળાની મોસમમાં રિલીઝ કરવાનું નક્કી કરાયું હતું, પરંતુ કોરોના રોગચાળાને કારણે એમાં વિલંબ થયો.

(તસવીર સૌજન્યઃ પરિણીતી ચોપરા ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]