મુંબઈઃ બોલીવુડ નિર્માતા કરણ જોહરે કહ્યું છે કે જે લોકો પોતાને હજી અભિનેતા તરીકે સાબિત નથી કરી શક્યા તેઓ એક ફિલ્મમાં કામ કરવા માટે રૂ. 30-35 કરોડની ફીની માગણી કરી રહ્યા છે.
જોહરે કહ્યું કે એક પછી એક ફિલ્મ નિષ્ફળ જતી હોવા છતાં નવા અને યુવા અભિનેતાઓ એમની ફી સતત વધારી રહ્યા છે અને મોટી રકમની માગણી કરી રહ્યા છે. પોતે એવા અભિનેતાઓથી કંટાળી ગયા છે એવું તેમણે કહ્યું.
