સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર કન્ટેન્ટ ક્રિયેટર્સની બોલબાલા

નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા રાતોરાત કોઈ પણ સામાન્ય વ્યક્તિને સ્ટાર બનાવવાની ક્ષમતા રાખે છે. વર્ષ 2021માં કોરોનાની બીજી લહેરમાં જ્યારે લોકો ઘરે કેદ થવા મજબૂર હતા, ત્યારે સોશિયલ મિડિયા સ્ટાર્સ અને કન્ટેન્ટ ક્રિયેટર્સે લોકોને ખૂબ સાથ આપ્યો હતો. કોરોના રોગચાળા દરમ્યાન એ સ્ટાર્સ અને એ મહિલાઓનો વર્ષ 2021માં સોશિયલ મિડિયા પર બોલબાલા રહી હતી. ચાલો, એના પર નજર નાખીએ…

28 વર્ષીય પ્રાજક્તા કોલી એક ડિજિટલ કન્ટેન્ટ પ્રોડ્યુસર અને યુટ્યુબર છે, જેણે છ વર્ષ પહેલાં યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. આજે તેના ઇન્સ્ટાગ્રામ પર 45 લાખ ફોલોઅર્સ છે અનમે યુટ્યુબ પર 64.5 લાખ સબસ્ક્રાઇબર્સ છે. તે રોજબરોજની જિંદરી પર કોમિક વિડિયો અપલોડ કરીને પ્રશંસાપાત્ર બની રહી છે.

સોનાલી ભદોરિયા દેશમાં ઊભરતી ડાન્સર છે. તેના કેટલાય ડાન્સ કોરિયોગ્રાફીના વિડિયો વાઇરલ થઈ ચૂક્યા છે. તેના વિડિયો સોશિયલ મિડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

યુટ્યુબ પર સરળ રેસિપી જાણવી હોય તો સૌથી પહેલાં નિશા મધુલિકા નામ યાદ આવે છે. 2007માં તેણે ઘરની રસોઈમાં ભોજન બનાવતાં-બનાવતાં બ્લોગનો પ્રારંભ કર્યો હતો. તેણે ધીમ-ધીમે યુટ્યુબ ચેનલ પર લોકોને ખાવાનું બનાવતાં શીખવાડ્યું, એ પછે તેણે વેબસાઇટ લોન્ચ કરી હતી. તેના હાલમાં 1.2 કરોડથી વધુ સબસ્ક્રાઇબર છે. જે અત્યાર સુધી કોઈ પણ સેલિબ્રિટી શેફ કરતાં વધુ છે. તેણે રેસિપી વિડિયોથી રૂ. 75 લાખની કમાણી કરે છે.