કોવિડ નેગેટિવ થવા પર કંગના ટ્રોલ થઈ

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોત કેટલાક દિવસો પહેલાં કોરોના સંક્રમિત થઈ હતી. તે પોઝિટિવ આવ્યાના માત્ર એક સપ્તાહ પછી એક્ટ્રેસની કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યો તો આ વાતની માહિતી કંગનાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપી હતી. તેણે એક વિડિયો શેર કરતાં જણાવ્યું હતું કે તેણે કેવી રીતે આટલા જલદી જોખમી વાઇરસને માત આપી.

કંગનાએ રિપોર્ટ શેર કરતાં કહ્યું હતું કે રામ ભક્ત ક્યારેય…, પણ સોશિયલ મિડિયા પર લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. લોકોનું માનવું છે કે લાઇમલાઇટમાં આવવા માટે કંગના ખોટું બોલી રહી છે. જે પછી ટ્રોલર્સની બોલતી બંધ કરવા માટે કંગનાએ કોરોના રિપોર્ટ શેર કર્યો છે. કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કોરોના નેગેટિવ રિપોર્ટ શેર કરતાં લખ્યું હતું કે રામ ભક્ત ક્યારે ખોટું નથી બોલતા.

હમણાં કેટલાક દિવસો પહેલાં કંગનાએ ટ્વિટરથી સસ્પેન્ડ કર્યું હતું. કંગનાએ ટ્વિટરના પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કરવાને કારણે સસ્પેન્ડ કર્યું હતું. જે પછી કંગનાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોઝિટિવ થવાની માહિતી આપી હતી, પણ ઇન્સ્ટાથી તેની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, જે પછી એક્ટ્રેસે ઇન્સ્ટા સ્ટોરી એક લાંબી નોટ લખી છે, જ્યાં તેણે પોતાની ભડાશ નીકળી છે.

કંગનાએ ટ્વિટરના પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કરવાને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ સાથે બે ડિઝાઇનર્સે એક્ટ્રેસની સાથે કામ બંધ કરવાને લઈને નિવેદન જારી કર્યું હતું. આટલું જ નહીં, બંનેએ કંગનાથી જોડાયેલી બધી પોસ્ટને દૂર કરવાની વાત કરી છે. બીજી બાજુ ‘કૂ’ના સહસંસ્થાપક અપરામેય રાધાકૃષ્ણને કંગના રણોતને 16 જાન્યુઆરી, 2021એ મેસેજ લખ્યો હતો કે આ કંગનાનું પહેલું ‘કૂ’ હતું. તેમણે યોગ્ય કહ્યું હતું કે ‘કૂ’ તેના ઘરની જેમ છે, જ્યારે બાકી ભાડાના છે.

‘કૂ’ના સહ-સંસ્થાપક મયંક બિદાવાત્કે પણ કંગના રણોતનું સ્વાગત કરતાં કહ્યું હતું કે પોતાના વિચારોને આ પ્લેટફોર્મ પર ગર્વની સાથે મૂકી શકે છે. ‘કૂ’ પર 4.48 લાખ ફોલોઅર્સ છે.