નવી દિલ્હીઃ પ્રભાસની ફિલ્મ કલ્કિ થિયેટરોમાં બમ્પર કમાણી કરી રહી છે. આ ફિલ્મનો ઘણા સમયથી દર્શકો આતુરતાથી રાહ જોતા હતા. આ ફિલ્મ 27 જૂને થિયેટરોમાં રિલીઝ થઈ છે. પહેલા જ દિવસે ફિલ્મે બમ્પર કલેક્શન કર્યું છે. આ ફિલ્મ સુનામીની ઝડપે આગળ વધી રહી છે.
નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘કલ્કી 2898 AD’ તેની રિલીઝ પહેલાx ખૂબ જ ચર્ચામાં હતી. 27 જૂને થિયેટરોમાં આવ્યા પછી આ ફિલ્મે ભારતીય અને વિદેશી બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે અને ઘણી ફિલ્મોના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે. આ ફિલ્મે શરૂઆતના દિવસે વિશ્વભરમાં શાનદાર કલેક્શન કર્યું હતું. આ ફિલ્મે ત્રીજા દિવસે અત્યાર સુધી રૂ. 100 કરોડનું કલેક્શન કર્યું છે.
પ્રભાસની ફિલ્મ બે દિવસમાં દુનિયાભરમાં 298.5 કરોડ રૂપિયાનું કલેક્શન કરવામાં સફળ રહી છે. ફિલ્મે પ્રથમ દિવસે વિશ્વભરમાં 191 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે બીજા દિવસે તેની કમાણીમાં થોડો ઘટાડો થયો હતો. નિર્માતાઓ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર ‘કલ્કી 2898 એડી’એ તેની રિલીઝના બીજા દિવસે વિશ્વભરમાં 107.00 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે બાદ બે દિવસમાં ફિલ્મનું કુલ વર્લ્ડવાઈડ કલેક્શન 398.5 કરોડ રૂપિયા થઈ ગયું છે.
નાગ અશ્વિન નિર્દેશિત ફિલ્મ ‘કલ્કી 2898 AD’નું કલેક્શન વૈશ્વિક સ્તરે વધુ વધવાની અપેક્ષા છે. ફિલ્મની કમાણી વિશે વાત કરીએ તો આ ફિલ્મ તેના ઓપનિંગ વીકએન્ડ પર 450+ કરોડનો બિઝનેસ કરી શકે છે, એવી અપેક્ષા છે કે શનિવાર અને રવિવારે ફિલ્મની કમાણીમાં બમ્પર ઉછાળો આવશે અને તે ફરી એક વાર કમાણીના રેકોર્ડ તોડી નાખશે. હાલમાં તમામની નજર બોક્સ ઓફિસ પર ટકેલી છે.
કલ્કિ 2898 AD 600 કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવી છે. આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અતિતાભ બચ્ચન જેવા સ્ટાર છે. આ સિવાય દિશા પટણી અને કમલ હસન પણ મહત્ત્વની ભૂમિકામાં છે.