‘નાગાપૂગા’ રણવીરસિંહને જ્હાન્વી કપૂરનો પણ ટેકો

મુંબઈઃ એક અમેરિકન પ્રકાશનના કવરપેજ માટે નગ્ન થઈને તસવીરો પડાવવા બદલ બોલીવુડ અભિનેતા રણવીરસિંહની વ્યાપકપણે ટીકા થઈ છે, પરંતુ બોલીવુડની અનેક હસ્તીઓએ એનું સમર્થન કર્યું છે. આ યાદીમાં ઉમેરો થયો છે અભિનેત્રી જ્હાન્વી કપૂરનો. આ પહેલાં, આલિયા ભટ્ટ, વિદ્યા બાલન, અર્જૂન કપૂર, દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી સહિત અનેક હસ્તીઓ વિવાદાસ્પદ નગ્ન ફોટોશૂટ માટે રણવીરસિંહ માટે ટેકો જાહેર કરી ચૂક્યાં છે.

એક મુલાકાતમાં જ્યારે રણવીરસિંહના વિવાદાસ્પદ ફોટોશૂટ વિશે પ્રતિક્રિયા આપવાનું જણાવાયું ત્યારે જ્હાન્વીએ કહ્યું કે, ‘દરેક કલાકારની જેમ રણવીરને પણ આર્ટિસ્ટિક આઝાદી છે. એ વિશે કોઈને શિખામણ આપવી એ બહુ ખોટું છે.’