તમે વડાપ્રધાન બનવા માંગો છો?: અમિતાભે આપ્યો આ જવાબ

નવી દિલ્હી: બોલિવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને તે સતત તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે. હાલમાં જ અમિતાભ બચ્ચને તેમના બ્લોગને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે એક પોસ્ટ શેર કરી હતી.

આ પોસ્ટ પર તેમના એક ચાહકે અજીબ સવાલ પૂછ્યો છે, જેનો જવાબ અમિતાભ બચ્ચને આ રીતે આપ્યો. સુરજ નામાના યુઝરે અમિતાભને પુછ્યું કે સર તમે કયારેય દેશના પીએમ બનવા ઈચ્છો છો? જેના જવાબમાં અમિતાભે લખ્યું કે, અરે યાર સવાર સવારમાં શુભ બોલો.

મહત્વનું છે કે અમિતાભ બચ્ચન રાજનીતિનો પણ થોડો ઘણો અનુભવ ધરાવે છે. તેમણે વર્ષ 1984માં અલ્લાહાબાદ (પ્રયાગરાજ) બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. આ બેઠકમાં તેમને પ્રચંડ બહુમતથી જીત મળી હતી. જોકે, તેમણે ત્રણ વર્ષ પછી સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.