Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News Entertainment સુશાંત-રિયાનાં એકાઉન્ટ્સ વચ્ચે કોઈ મોટી રકમની ટ્રાન્સફર થઈ નથી
  • News
  • Entertainment

સુશાંત-રિયાનાં એકાઉન્ટ્સ વચ્ચે કોઈ મોટી રકમની ટ્રાન્સફર થઈ નથી

August 14, 2020
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને સંડોવતા મની લોન્ડરિંગના કેસમાં કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) તપાસ કરી રહી છે. એને સુશાંતના બેન્ક એકાઉન્ટ્સ અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિના બેન્ક એકાઉન્ટ વચ્ચે કોઈ પ્રકારના મોટા સોદા થયા હોવાનું ધ્યાનમાં આવ્યું નથી.

    તે છતાં ED અધિકારીઓના ધ્યાનમાં રૂ. 15 કરોડનો એક સોદો આવ્યો છે જે વિશે સુશાંતના પિતા કે.કે. સિંહ રાજપૂતે ફરિયાદ નોંધાવી છે. હવે EDના અધિકારીઓ ચેક કરશે કે સુશાંતના ડેબિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ્સ તથા અન્ય નાણાકીય સોદાઓ સુશાંત ઉપરાંત બીજું કોણ કરતું હતું.

    તપાસનીશ અધિકારીઓ એ પણ ચેક કરશે કે સુશાંતના એકાઉન્ટમાંથી પૈસા બીજા કયા એકાઉન્ટમાં ગયા હતા અને કયા હેતુથી ગયા હતા.

    સુશાંતના બેન્ક એકાઉન્ટ મારફત કરાયેલા પેમેન્ટના તમામ માધ્યમોનો અભ્યાસ કરવા માટે અધિકારીઓએ તમામ બેન્કિંગ સોદાઓની વિગતો મગાવી છે.

    એક સૂત્રનું કહેવું છે કે સુશાંતના એકાઉન્ટમાંથી જે 15 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા હતા એમાંના રૂ. 2 કરોડ 70 લાખની રકમ સુશાંતે કરવેરા પેટે ચૂકવી હતી.

    સુશાંત અને રિયા એકબીજાનાં રિલેશનશિપમાં હતાં અને એકબીજા માટે પૈસા વાપરતાં હતાં, પરંતુ એકાઉન્ટમાં કોઈ મોટા સોદા નોંધાયા નથી.

    ઈડી એજન્સીના અધિકારીઓ રિયા, એનાં ભાઈ શૌવિક ચક્રવર્તિના બેન્ક એકાઉન્ટની પણ ચકાસણી કરી રહ્યા છે. રિયા, શૌવિક અને સુશાંતે સાથે મળીને અમુક કંપનીઓની રચના કરી હતી. રિયા એમાંની વિવિડરેજ રિયાલ્ટિક્સની ડાયરેક્ટર હતી જ્યારે શૌવિક અને સુશાંત ફ્રન્ટ ઈન્ડિયા ફોર વર્લ્ડ ફાઉન્ડેશનમાં ડાયરેક્ટર હતા. આ ત્રણેય જણ કયા હેતુથી બિઝનેસ કરવા એકત્ર થયા એની પણ તપાસ કરવામાં આવી રહી છે.

    • TAGS
    • Bank Account
    • Credit cards
    • Debit Cards
    • Enforcement Directorate
    • girlfriend
    • Internet Banking
    • Mumbai
    • Rhea Chakraborty
    • Sushant Singh Rajput
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleBSEએ ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (ગુજરાત સરકાર) સાથે કરાર કર્યો
      Next articleકેડિલા ફાર્મા, અક્ષય ફાઉન્ડેશન તરફથી 38 સરકારી શાળાઓનાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન
      Manoj

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      અનિલ અંબાણી, રિલાયન્સ પાવરથી જોડાયેલી કંપનીઓ પર EDના દરોડા

      હીરોગીરીમાં 12મા ધોરણના વિદ્યાર્થીએ કારથી પાંચ લોકોને કચડ્યાઃ એકનું મોત

      મમતા બેનર્જી સામે EDની અરજી પર આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી

      Recent Posts

      • વિશ્વભરમાં મોદી મેજિકની ચર્ચા: ટ્રમ્પે PM મોદીને આપ્યા અભિનંદન
      • તમિલનાડુમાં ‘થલપતિ’ વિજયની સત્તાવાર એન્ટ્રી પરંતું બહુમતી માટે ખેંચતાણ
      • વિશ્વભરમાં પીએમ મોદીનો ડંકો: પાકિસ્તાને સ્વીકાર્યો મોદીનો દબદબો
      • હાર બાદ મમતા બેનર્જીનો હુંકાર: હું રાજીનામું નહીં આપું
      • કોંગ્રેસના જીતેલા ઉમેદવારોમાં મોટા  ભાગના મુસ્લિમ

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa