દીપિકાએ પતિ રણવીરના જન્મદિનની પોસ્ટ શેર ન કરતાં પ્રશંસકો નારાજ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા રણવીરસિંહે ગઈ કાલે પોતાનો 38મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેનાં મિત્રો અને પ્રશંસકોએ એને સોશિયલ મિડિયાના માધ્યમથી આ વિશેષ દિવસની શુભેચ્છા આપી હતી. પરંતુ રણવીરની અભિનેત્રી પત્ની દીપિકા પદુકોણે રણવીરના જન્મદિવસ વિશેની કોઈ પોસ્ટ શેર કરી નહોતી. આને લીધે રણવીરનાં પ્રશંસકો દીપિકાથી નારાજ થયાં છે.

ઘણા લોકોએ દીપિકાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની છેલ્લી પોસ્ટના કમેન્ટ વિભાગમાં નારાજગી વ્યક્ત કરતા સંદેશા લખ્યા છે. કેટલાક લોકોએ એવી ચિંતા પણ વ્યક્ત કરી છે કે રણવીર-દીપિકાનાં સંબંધમાં કોઈ બગાડો તો નથી થયોને. એક જણે લખ્યું છે, ‘રણવીરના જન્મદિવસ વિશે દીપિકા તેનાં ઈન્સ્ટાગ્રામ પર કોઈ પોસ્ટ શેર કરશે એની રાહ જોવામાં મારો આખો દિવસ નીકળી ગયો, પણ દીપિકાએ એકેય પોસ્ટ શેર કરી નહીં.’ અન્ય એક પ્રશંસકે સવાલ સાથે લખ્યું છે, ‘તેં તારા પતિના જન્મદિવસ વિશેની પોસ્ટ નથી મૂકી?’

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મિડિયા પર રણવીર અને દીપિકા, બંનેનાં અઢળક ફોલોઅર્સ છે. બોલીવુડના આ દંપતીને પ્રશંસકો ખૂબ ચાહે છે. રણવીર અને દીપિકા એકબીજાં પ્રત્યે જાહેરમાં પ્રેમ વ્યક્ત કરવાનું ભૂતકાળમાં ક્યારેય ચૂક્યાં નથી. તેથી આ વખતે દીપિકાએ રણવીરના જન્મદિવસની નોંધ પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર ન લેતાં એ ચર્ચાનો વિષય બની ગયો છે.