કમલ હાસનનું ચિરંજીવી, સલમાને સમ્માન કર્યું

ચેન્નાઈઃ એક્શન અને મનોરંજક તામિલ ફિલ્મ ‘વિક્રમ’ બોક્સ ઓફિસ પર હિટ થઈ છે. બ્રિટનમાં તો એ અત્યાર સુધીમાં સૌથી વધારે કમાણી કરનાર તામિલ ફિલ્મ બની છે. ફિલ્મની આ સફળતા બદલ તેના મુખ્ય અભિનેતા કમલ હાસનનું તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવીએ બહુમાન કર્યું છે. ચિરંજીવીએ એ માટે ‘સક્સેસ પાર્ટી’નું આયોજન કર્યું હતું. એ પ્રસંગે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન પણ ઉપસ્થિત રહ્યો હતો. ચિરંજીવીએ કમલ હાસનને પુષ્પગુચ્છ આપ્યો હતો અને પર્પલ રંગની સિલ્કની શાલ પહેરાવી હતી.

ચિરંજીવીએ એમના ત્રણેય સાથેની તસવીરો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે અને લખ્યું છેઃ ‘’વિક્રમ’ની ઝળહળતી સફળતા બદલ મારા જૂના મિત્ર કમલ હાસનનું મારા સૌથી પ્રિય સલ્લુભાઈની સાથે મળીને બહુમાન કરવામાં અત્યંત આનંદનો અનુભવ કરું છું.’ લોકેશ કનગરાજ દિગ્દર્શિત આ ફિલ્મ ગઈ 3 જૂને રિલીઝ થઈ હતી. એમાં કમલ હાસન ઉપરાંત અભિનેતાઓ વિજય સેતુપતિ, ફહદ ફાઝીલ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મે તામિલનાડુ ઉપરાંત આંધ્ર પ્રદેશમાં સૌથી વધારે ધમાલ મચાવી દીધી છે. ફિલ્મમાં કમલ હાસને ભારતની ગુપ્તચર સંસ્થા RAWના નિવૃત્ત એજન્ટ અને નાર્કોટિક્સ-વિરોધી વિભાગમાં અંડરકવર ઓફિસરની ભૂમિકા ભજવી છે, જે પોતાના પુત્રના મોતનો બદલો લે છે.

(તસવીર સૌજન્યઃ @KchiruTweets)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]